હોમ પેજ / રેસિપી / નાયલોન ખમણ

Photo of Nylon khaman by Dimpal Patel at BetterButter
484
7
0.0(0)
0

નાયલોન ખમણ

Mar-02-2019
Dimpal Patel
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાયલોન ખમણ રેસીપી વિશે

આ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે. થોડી ખાટી થોડી મીઠી ડીશ....ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે તેથી ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ - ૧ કપ
  2. રવો - ૧/૨ મોટી ચમચી
  3. લીંબુના ફૂલ - ૧/૨ નાની ચમચી
  4. દળેલી ખાંડ - ૩ મોટી ચમચી
  5. લીલાં મરચાં અને આદુ અધકચરા વાટેલા - ૧ મોટી ચમચી
  6. હીંગ - ૧/૮ નાની ચમચી
  7. હળદર - ૧/૮ નાની ચમચી
  8. મીઠું - ૧/૨ નાની ચમચી
  9. તેલ - ૧ મોટી ચમચી
  10. પાણી - ૩/૪ કપ
  11. ખાવાનો સોડા - ૧/૨ નાની ચમચી
  12. ** વઘાર માટે :
  13. તેલ - ૧ મોટી ચમચી
  14. રાઈ - ૧ મોટી ચમચી
  15. લીલાં મરચાં કાપેલા - ૩ થી ૪
  16. કઢી લીમડો - ૭ થી ૮
  17. પાણી - ૨૦૦ મિલી
  18. ખાંડ - ૧ મોટી ચમચી
  19. લીંબુનો રસ - ૧/૪ નાની ચમચી
  20. મીઠું - ૧/૪ નાની ચમચી
  21. ** સજાવવા માટે :
  22. કોથમીર - ૨ મોટી ચમચી
  23. કોપરાની છીણ - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક વાસણમાં ચણા ના લોટને ચાળી લેવો.
  2. તેમાં હીંગ , અધકચરા વાટેલા લીલાં મરચાં - આદુ , લીંબુના ફૂલ , દળેલી ખાંડ , મીઠું , તેલ અને હળદર મિક્સ કરવી .
  3. થોડું થોડું કરીને ૩/૪ કપ પાણી મિક્સ કરવું. હાથના બીટર થી બરાબર ફેંટવું.સતત ૫ મિનિટ સુધી ફેંટવું.
  4. ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દેવું.
  5. ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. કેક ટીનમાં તેલ લગાડી દેવું.
  6. ચણાના લોટના ખીરાને ફરીથી ૧ મિનિટ માટે ફેંટવું. પછી તેમાં ખાવાનો સોડા નાંખીને ફરી ૧ મિનિટ માટે બરાબર ફેંટવું.
  7. ખીરાને ઝડપથી કેક ટીનમાં ભરી દેવું. ત્યાર બાદ તેને ઢોકળાના કૂકરમાં મૂકીને ઢાંકી દેવું.
  8. ૩૦ મિનિટ માટે બાફવા મૂકવું.
  9. એક પેણીમાં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાંખવી. રાઇ ફૂટે પછી તેમાં હીંગ નાંખવી.
  10. પછી તેમાં કાપેલા મરચાં અને કઢી લીમડો નાંખવો.
  11. પછી તેમાં પાણી , મીઠું , લીંબુ નો રસ અને ખાંડ નાંખીને ૧ મિનિટ સુધી ઉકાળવું.
  12. ૩૦ મિનિટ પછી કૂકર નો ગેસ બંધ કરવો પણ ઢાંકણ ખોલવું નહીં. ૧૦ મિનિટ સુધી એમ જ રહેવા દેવું.
  13. ૧૦ મિનિટ પછી ઢાંકણ ખોલવું. કેક ટીન ને બહાર કાઢવું. બધી ધાર પર ચપ્પુ ફેરવવો. પછી એક ડીશ માં કેક ટીનને ઊંધું કરીને ખમણ બહાર કાઢી લેવા.
  14. પછી તેના ટુકડા કરીને એક સીધી ડીશમાં મુકવા.
  15. બધા ખમણ ના ટુકડા પર વઘાર રેડી દેવો. ૨૦ મિનિટ સુધી રહેવા દેવું.
  16. કોથમીર અને કોપરાની છીણથી સજાવીને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર