BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ડોસીમાનું ખીચુ

Photo of Dosimanu khichu by Bhumika Gandhi at BetterButter
0
6
0(0)
0

ડોસીમાનું ખીચુ

Mar-04-2019
Bhumika Gandhi
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડોસીમાનું ખીચુ રેસીપી વિશે

ખીચુ વિવિધ પ્રકારના લોટ, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, નાચીની લોટ, જુવાર લોટ વગેરેમાંથી તૈયાર કરી શકાય છે. જોકે, આ રેસીપી ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ચોખા નો લોટ
  2. ૨ ૧/૨ કપ પાણી
  3. ૨ લીલા મરચાં ની પેસ્ટ
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧/૮ ટી સ્પૂન બેકિંગ સોડા
  6. ૧ ચમચી તેલ
  7. ૨ ચમચી બારીક સમારેલી કોથમીર
  8. ૧ ચમચી મેથીયા મસાલો અથવા લાલ મરચું પાવડર
  9. ૧ ચમચી જીરું

સૂચનાઓ

  1. એક પેન માં પાણી લો
  2. તેમાં જીરું, લીલામરચા ની પેસ્ટ, બેકિંગ સોડા, નમક નાખી મધ્યમ તાપે ઉકાળો.
  3. હવે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ નાખતા જાવ અને લાકડા ના ચમચા થી હલાવતા રહો
  4. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ધ્યાન રાખવું કે ગાઠા ના પડે.
  5. સ્ટીમર માં ૫ મિનિટ સુધી સ્ટીમ કરો.
  6. ત્યારબાદ બાઉલ માં નિકાળો અને ઉપરથી તેલ અને મેથીયા મસાલો નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર