સમોસા | SAMOSA Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  4th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of SAMOSA by Asha Shah at BetterButter
સમોસાby Asha Shah
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

2

0

સમોસા વાનગીઓ

સમોસા Ingredients to make ( Ingredients to make SAMOSA Recipe in Gujarati )

 • 1.2 વાડકી મેંદો
 • 2.મુઠી પડતુ તેલ નુ મોણ
 • 3.મીઠું 1/2 ચમચી
 • 4.1/2 ચમચી અજમો
 • 5.પાણી
 • મસાલા માટે
 • 1.1ડુંગરી ઝીણી સમારેલી
 • 2.1ગાજર છીણેલી
 • 3.1/2 વાડકી લીલા વટાણા
 • 3.4 બટાકા નો માવો
 • 4.2ચમચી તેલ
 • 5.1/4 ચમચી અજમો
 • 6.ચપટી હીંગ
 • 7. 5 લીલા મરચા આદુ ની પેસ્ટ
 • 8.મીઠું સ્વાદ મુજબ
 • 9.1/2 ચમચી ગરમ મસાલો
 • 10.15 જેટલા પુદીના ના પાન
 • 11.લીલા ધાણા બારીક સમારેલા
 • 12.લીબું નો રસ
 • 13.તલવા માટે તેલ

How to make સમોસા

 1. 1.એક બાઉલ મા લોટ લઇ તેમા અજમો,તેલ,મીઠું નાખી જરુર મુજબ પાણી રેડી થોડો કઠણ લોટ બાંધી ઉપર ભીનો કકડો મુકી 15/20 મીનીટ સાઇડ પર મુકવો.
 2. 2.કડાઇ ગેસ પર મુકી ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મુકવુ.
 3. 3.તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ,અજમો નાખી ડુંગરી નાખી સાંતડી લેવી.લીલી મરચા ની પેસ્ટ નાખી ગાજર વટાણા નાખી થોડુ મીઠું નાખી ચડવા દેવુ.
 4. 4.ચડી ગયા પછી બટાકા નો માવો,લીબું નો રસ,ગરમ મસાલો,મીઠું (મસાલો ટેસ્ટ મુજબ વધારે ઓછો કરવો )પુદીના ના પાન ,લીલા ધાણા નાખી બરાબર હલાવી ઠંડો કરવા મુકવો .
 5. 5.કડાઇ મા તડવાનુ તેલ ગરમ કરવા મુકવુ.
 6. 6.સાઇડ મા મુકેલા લોટ ને લઇ સરખો કરી બોલ ની સાઇજ જેવા એક સરખા લુઆ કરવા.
 7. 7.એક લુઓ લઇ તેને લંબગોડ વણી લેવો વચ્ચે થી ચપ્પુ ની મદદ થી બે સરખા ભાગ કરવા .
 8. 8.અધૅ ગોડાકાર પુરી મા વચ્ચે મસાલો મુકી સાઇડ પર પાણી લગાડવુ .
 9. 9.જે બાજુ સીધી લાઇન કાપેલી છે તેના બંને છેડા ને એકપર એક પડ લાડી શંકુ આકાર બનાવી સાઇડ દબાવવી.
 10. 10.બધા સમોસા ભરી લેવા.ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાસુધી તડી લેવા.મધ્યમ તાપે.
 11. 11 ગરમ ગરમ સમોસા ચટની, સોસ સાથે સવૅ કરો .

My Tip:

તમે મનપસંદ પુરણ ભરી મસાલો વધારે ઓછો કરી શકો છો.

Reviews for SAMOSA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો