હોમ પેજ / રેસિપી / રગડા પેટીસ કટૉરી ચાટ

Photo of Ragda pattice katori chat by safiya abdurrahman khan at BetterButter
522
5
0.0(0)
0

રગડા પેટીસ કટૉરી ચાટ

Mar-05-2019
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પેટીસ કટૉરી ચાટ રેસીપી વિશે

રગડા પેટીસ અને ચાટ નું મિશ્રણ !

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. કટૉરી માટે
  2. મેંદો ૧ ૧/૨ કપ
  3. મીઠુ ૧/૨ નાની ચમચી
  4. તેલ ૧ નાની ચમચી+તળવા
  5. રગડો બનાવવા
  6. શુષ્ક વટાણા ૨૦૦ ગ્રામ
  7. મીઠુ ૧/૨ નાની ચમચી
  8. મસાલા ની સામગ્રી
  9. કાંદા સમારેલ ૨
  10. ટામેટા સમારેલ ૧
  11. જીરુ ૧/૨ નાની ચમચી
  12. લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી
  13. લાલ મરચાની ભૂકી ૧ નાની ચમચી
  14. ધાણા પાવડર ૧ નાની ચમચી
  15. હળદર ૧/૪ નાની ચમચી
  16. ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  17. સમારેલ કોથમીર ૧ મોટી ચમચી
  18. તેલ ૧ મોટી ચમચી
  19. મીઠુ જરૂર મુજબ
  20. પેટીસ બનાવવા
  21. બાફેલા બટાકા ૩ મધ્યમ
  22. લીલા મરચાની પેસ્ટ ૧/૨ નાની ચમચી
  23. કોરું શેકેલૂ જીરું પાવડર ૧/૪ નાની ચમચી
  24. ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  25. મીઠુ ૩/૪ ચમચી અથવા સ્વાદ મુજબ
  26. તેલ ૨ મોટી ચમચી
  27. સોજી રગદોળવા
  28. ગોળ આંબલી ની ચટણી જરૂર મુજબ
  29. સેવ

સૂચનાઓ

  1. રગડો બનાવવા સૂકા વટાણા ને આખી રાત પલાળી, બીજા દિવસે નીથારી લો.
  2. કૂકર મા જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી ૬-૭ સીટી કરો. વટાણા બફાઈ જાય તે જોઇ લેવું.
  3. પેનમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરી,જીરું તતડાવો.
  4. સમારેલ કાંદા ઉમેરી ગુલાબી રંગ થાય તો બધાં મસાલા ઉમેરો.
  5. સમારેલ ટામેટા અને મીઠુ ઉમેરી પક્વૉ.
  6. ૧/૪ કપ પાણી ઉમેરી મસાલા અને ટામેટા રંધાય ત્યાં સુધી પક્વૉ.
  7. બાફેલા વટાણા ઉમેરો અને મેશર થી આછું છૂંદિ લો. ૧ મિનીટ પકવી ગેસ બંદ કરો.
  8. સમારેલ કોથમીર ઉમેરી મિશ્ર કરો.
  9. પેટીસ બનાવવા બાફેલા બટાકા મસળી લો.
  10. શેકેલો જીરુ પાવડર, મીઠુ, લીલા મરચા ની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિશ્ર કરો.
  11. મધ્યમ આકારની ગોળ ટીકકી બનાવી સોજી મ રગદોળી લો.
  12. નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી ટીકકી ને બન્ને બાજુ થી શેલો ફ્રાય કરી લો.
  13. કટોરી બનાવવા એક વાસણમાં મેંદો, મીઠુ અને તેલ નાખી સખત કણેક બાંધો.
  14. ૨૦ મિનીટ ઢાંકી લો. પછી નાનો લૂઓ લઇ પાતળી પુરી વણો.
  15. પૂરીની વચ્ચે વાટકી મુકી પુરી ને બધી બાજુ થી વાટકી પર ઢાંકી દો.
  16. કાંટાથી કાણા કરો,જેથી પુરી ફૂલે નહીં.
  17. કડાઈમાં તેલ ગરમ કરો અને એક એક કટૉરી તળી લો.
  18. પુરી ની કટૉરી વાટકી ને આપોઆપ છોડી દે ત્યારે વાટકી બહાર કાઢી લો.
  19. મેંદાની કટૉરી સોનેરી તળાઈ જય તો કાઢી લો. બધી કટોરી આ મુજબ બનાવી લો.
  20. તૈયાર કટૉરીમા એક પેટીસ નાખી, રગડો નાખો.
  21. ગોળ આંબલી ની ચટણી અને સેવ છાંટૉ.
  22. તરતજ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર