હોમ પેજ / રેસિપી / લાઈવ ઢોકળા..

Photo of Live dhokala. by Mita Shah at BetterButter
334
9
0.0(0)
0

લાઈવ ઢોકળા..

Mar-05-2019
Mita Shah
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાઈવ ઢોકળા.. રેસીપી વિશે

આજકાલ રસ્તા પર લાઈવ ઢોકળા ખૂબ ટ્રેન્ડ માં છે. આ એક એવું ફૂડ છે, કે જે દરેક ઉંમરના વ્યક્તિને પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ કપ ચોખા
  2. ૧/૪ કપ તુવેરની દાળ
  3. ૧/૪ કપ ચણાની દાળ
  4. ૧/૪ કપ અડદની દાળ
  5. ૧/૪ કપ પૌઆ
  6. ૧ મોટી ચમચી આદું, મરચાં લસણની પેસ્ટ
  7. સ્વાદઅનુસાર મીઠું
  8. ૧ ચમચી ખાંડ
  9. ૧/૨ હળદર
  10. ૧ ચમચી દહીં.. (તમે વધારે ખાટું ખાતા હોવ તો વધારે પણ લઈ શકો.)
  11. ૧ ચમચી ફૃટ સોલ્ટ ( ઈનો)
  12. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચોખા અને બધી જ દાળ ને પૌઆ ને ધોઈને ૪/૫કલાક પલાળો.
  2. હવે મીક્ષરમાં પીસી લો.
  3. ૪/૫ કલાક ઢાંકીને મૂકી દો.
  4. ખીરું બે ભાગમાં વહેચી લો.
  5. એક ભાગમાં હળદર નાખો
  6. હવે ઢોકળીયા માં પાણી ગરમ કરો.
  7. એ દરમ્યાન મસાલા... મીઠું , આદુંમરચાં,લસણની પેસ્ટ , દહીં , ખાંડ ને ફૃટસોલ્ટ નાંખી ને ખીરું તૈયારકરી લો.
  8. હવે ઢોકળા મૂકવાની .થાળીને તેલ થી ગ્રીઝ કરી લો.
  9. ખીરું હલાવીને થાળીમાં રેડી, તલ અને મરચું ભભરાવો.
  10. થાળીને ઢોકળીયા માં મૂકીને ઢાંકી દો.
  11. ૧૦/૧૨ મીનીટ થવા દો.
  12. હવે થાળીને ચેક કરીને ઢોકળીયામાંથી બહાર કાઢી લો.
  13. ઉપર તેલ લગાવી ૨ મીનીટ સીઝાવા દો.
  14. મન ગમતા શેપમાં કાપી સર્વ કરો.
  15. નોંધ
  16. હળદર નાખતાં પહેલાં થોડું ખીરું કાઢી લેવું જેથી સફેદ ઢોકળા પણ બની શકે..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર