હોમ પેજ / રેસિપી / મસાલા વડાપાવ

Photo of Masala vada paav by safiya abdurrahman khan at BetterButter
540
2
0.0(0)
0

મસાલા વડાપાવ

Mar-06-2019
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા વડાપાવ રેસીપી વિશે

વડા પાવ મુંબઇ નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, મે થોડો મસાલો નાખી સ્વાદ ઉમેર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મહારાષ્ટ્ર
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ભરવા માટે: બટાકા ૩
  2. લીલા મરચા ની પેસ્ટ ૧ નાની ચમચી
  3. લાલ મરચાની ભૂકી ૧/૨ નાની ચમચી
  4. હળદર ૧/૨ નાની ચમચી
  5. શેકેલૂ જીરું પાવડર ૧/૨ નાની ચમચી
  6. ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  7. ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  8. રાઈ ૧ નાની ચમચી
  9. તેલ ૨ નાની ચમચી+તળવા
  10. મીઠુ
  11. ખીરા માટે
  12. ચણાનો લોટ ૨ કપ
  13. લાલ મરચાની ભૂકી ૧ નાની ચમચી
  14. હળદર ૧ નાની ચમચી
  15. મીઠુ જરૂર મુજબ
  16. મસાલા માટે
  17. સમારેલ કાંદા ૧
  18. સમારેલ ટામેટા ૧
  19. માખણ ૧ મોટી ચમચી+ જરૂર પડે તો
  20. સેઝવાન સોસ ૨ મોટી ચમચી
  21. લીલી ચટણી
  22. ટોમેટો સોસ

સૂચનાઓ

  1. કૂકરમાં પાણી અને મીઠુ ઉમેરી બટાકા બાફી લો.
  2. ૪-૫ સિટી કરો. ઠંડા પડે તો છાલ ઉતારી મસળી લો.
  3. પેનમાં ૨નાની ચમચી તેલ ગરમ કરી રાઈ તતડાવો.
  4. લીલા મરચાની પેસ્ટ સાંતળો. બધાં મસાલા, મીઠુ ઉમેરી સાંતળો.
  5. મસળેલ બટાટા ઉમેરી મિશ્ર કરો. ગેસ બંદ કરી મિશ્રણ ઠંડું થવા દો.
  6. ગોળ ગોળ નાના બોલ જેવા વડા બનાવી લો.
  7. બીજા વાસણમાં ચણાનો લોટ, મીઠુ,લાલ મરચા ની ભૂકી, હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરો.
  8. મધ્યમ ખીરું બનાવો.
  9. કડાઈમાં તેલ ગરમ કરો, વડાને ખીરામાં બોળી ગરમ તેલમાં સોનેરી રંગના વડા તળી લો.
  10. એક પાવ લઇ વચ્ચે ફાડા કરી લો, તેમાં માખણ લગાડો, લીલી ચટણી અને ટોમેટો સોસ લગાડો.
  11. નોનસ્ટિક પેનમાં ૧ મોટી ચમચી માખણ ગરમ કરી સમારેલ કાંદા સાંતળો.
  12. સમારેલ ટામેટા ઉમેરી સાંતળો. સીઝવાન સોસ,મીઠુ અને ૧ મોટી ચમચી પાણી ઉમેરી બરાબર મિશ્ર કરો
  13. ૨મિનીટ ઉંચા તાપે પકવી , વડા પાવ નાખી બરાબર મસાલો પાવ પર આવી જાય તેમ પકવી ૧ મિનીટ પછી ગેસ બંદ કરી લો.
  14. મસાલા વડા પાવ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર