હોમ પેજ / રેસિપી / ચોકો ચીઝ ગોટા

Photo of Choco cheese gota by Varsha Joshi at BetterButter
528
6
0.0(0)
0

ચોકો ચીઝ ગોટા

Mar-07-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો ચીઝ ગોટા રેસીપી વિશે

આપણે સ્ટ્રીટ ફૂડ માં ઘણીવાર જોઈએ છીએ કે મસાલેદાર અને ચટાકેદાર ગોટા તો હોય જ. અને ગુજરાત માં તમે કયાય પણ જશો તો સ્ટ્રીટ ફૂડમાં ગોટા તો જોવા મળે જ.તો મેં આજે આ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ ને મારા ઈનોવેટીવ આઈડિયા થી વધારે સ્વાદિષ્ટ અને ખાસ કરીને બાળકોના ટેસ્ટ ને ધ્યાનમાં રાખીને ચોકલેટ અને ચીઝ નો ઉપયોગ કરીને બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. તલોદ નું ગોટાનું ઈન્સ્ટન્ટ મીકસ
  2. 25 ગ્રામ ડાર્ક ચોકલેટ
  3. અમૂલનુ ચીઝ 50.ગ્રામ
  4. અમૂલનુ ક્રિમ 50 ગ્રામ
  5. સેન્ડવીચ પીનટ મસાલો
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ અમૂલ ક્રિમ માં ડાર્ક ચોકલેટ છીણી લો
  3. આ મિશ્રણને ગેસ પર ગરમ કરી ને સાઈડમાં રાખી દો
  4. હવે ચીઝ છીણી ને રાખી દો
  5. હવે તલોદનુ ગોટા મિક્સ ને પાણી નાખીને ખીરું તૈયાર કરી લો
  6. હવે જે ક્રિમ અને ચોકલેટ મિશ્રણ છે.તેમાં સેન્ડવીચ પીનટ મસાલો ઉમેરો
  7. બરાબર મિક્સ કરો
  8. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
  9. તેલ ગરમ થાય એટલે તેમાં ગોટાના ખીરામાંથી મિશ્રણ લઈ અને ગોટા તળવા
  10. બરાબર બદામી રંગના તળવા
  11. ત્યારબાદ એક પ્લેટમાં કાઢીને ઠંડા થાય એટલે વચ્ચે ખાડા પાડી લેવા
  12. હવે તેમાં ક્રિમ ચોકલેટ પિનટ મસાલો તૈયાર કર્યો છે તે એક ચમચી ભરવો
  13. એક નોનસ્ટિક પેન પર ગરમ કરવા મૂકવું.અને ઉપર ચીઝ છીણેલું પણ ઉમેરો
  14. હવે આ ગોટાને નોનસ્ટિક પેનમાં ઢાંકી ને ધીમી આચ પર 10.મિનિટ બેક કરો
  15. પછી ઢાકણ ખોલીને જોઈ લો ચીઝ બેક થઈ જશે અને ગોટા પણ ક્રિસ્પી બની જશે
  16. હવે એક સર્વિંગ પ્લેટમાં આ ચોકલેટ ચીઝ ગોટા ગોઠવી અને ઉપર કોરો સેન્ડવીચ પીનટ મસાલો ભભરાવી અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર