હોમ પેજ / રેસિપી / રાઈસ ખીચૂં

Photo of Rice khichu by Rani Soni at BetterButter
395
13
0.0(0)
0

રાઈસ ખીચૂં

Mar-07-2019
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ ખીચૂં રેસીપી વિશે

ખીચૂં ગુજરાતની શેરીઓમાં સારી રીતે જાણીતું છે. જેને ગરમ પિરસવા માં આવે છે. તે નાસ્તો માટે યોગ્ય છે અને દરેકને તે ગમે છે. આ એક ખૂબ જ સરળ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા નો લોટ
  2. 3 કપ પાણી
  3. 1/2 ચમચી જીરું
  4. 2 લીલા મરચાં ની પેસ્ટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/8 ટી સ્પૂન બેકિંગ સોડા
  7. 4 ચમચી તેલ
  8. 1 ચમચી બારીક સમારેલી કોથમીર
  9. 1 ચમચી મેથીયા મસાલો

સૂચનાઓ

  1. એક પેન માં પાણી લો તેમાં જીરું, લીલામરચા ની પેસ્ટ, બેકિંગ સોડા, મીઠું નાખી મધ્યમ તાપે ઉકાળો
  2. હવે તેમાં ધીરે ધીરે ચોખા નો લોટ નાખતા જાવ અને લાકડા ના ચમચા થી હલાવતા રહો
  3. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
  4. ધ્યાન રાખવું કે ગાઠાં ના પડે
  5. હવે ગેસ બંધ કરી દો
  6. મિશ્રણ થોડું ઠંડુ થાય અેટલે તેલ વાળો હાથ કરી
  7. લોટ માંથી લૂઓ લઈ ગોળ આકાર આપી મધ્યમાં છિદ્ર કરો
  8. સ્ટીમર માં 10 મિનિટ સુધી સ્ટીમ કરો
  9. ત્યારબાદ ડિશ માં લઈ ઉપરથી તેલ અને મેથી મસાલો કોથમીર નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર