હોમ પેજ / રેસિપી / Street food style paratha

Photo of Street food style paratha by Solanki Minaxi at BetterButter
82
11
0.0(1)
0

Street food style paratha

Mar-07-2019
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • આસાન
 • શેલો ફ્રાય
 • સાંતળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

 1. પરાઠા નો લોટ બાંધવા માટે:-
 2. ૧૫૦ ગ્રામ મેંદો
 3. ૩ ટી સ્પૂન તેલ
 4. મીઠું સ્વાદ મુજબ
 5. પાણી
 6. પરાઠા ભરવા માટે:-
 7. ૨ ટી સ્પૂન બટર
 8. ૧/૪ ટી સ્પૂન જીરૂ
 9. ૧ ટેબલસ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
 10. ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી ડુંગળી
 11. ૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોબીજ
 12. ૧ ટેબલસ્પૂન બારીક સમારેલું કેપ્સીકમ
 13. ૨ બાફેલા બટાકા
 14. ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
 15. ૧/૨ ટી સ્પૂન હળદર
 16. ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
 17. ૧ ટી સ્પૂન ધાણાજીરુ પાવડર
 18. ૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલાં ધાણા
 19. મીઠું સ્વાદ મુજબ
 20. ૧ ટી સ્પૂન છોલે મસાલો
 21. ૧ ટી સ્પૂન પાઉંભાજી મસાલો
 22. ૧ ટી સ્પૂન કીચન કીંગ મસાલો
 23. મીઠું સ્વાદ મુજબ
 24. તળવા માટે તેલ
 25. પરાઠા પીરસવા માટે:-
 26. અડદ નો પાપડ કે ચોખા નો પાપડ
 27. બારીક સમારેલા લીલાં ધાણા
 28. બારીક સમારેલું કેપ્સીકમ અને ડુંગળી
 29. છીણેલું ચીઝ

સૂચનાઓ

 1. કઢાઈમાં બટર ગરમ કરી જીરું નાખી વઘાર કરો
 2. આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી ૨ મિનિટ સુધી સાંતળો
 3. પછી તેમાં ડુંગળી, કોબીજ અને કેપ્સીકમ નાખી ૨ મિનિટ સુધી સાંતળો
 4. પછી તેમાં બાફેલા બટાકા ને છીણી ને નાંખો અને મિક્સ કરી લો
 5. પછી તેમાં ધાણા જીરું પાવડર, હળદર,ચાટ મસાલો, આમચૂર પાવડર અને મીઠું નાખી મિક્સ કરી લો
 6. એક વાટકી માં કીચન કીંગ મસાલો,છોલે મસાલો, પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી લો
 7. આ મસાલા માંથી ૧ ૧/૨ ટી સ્પૂન મસાલો બટાકા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી લો
 8. લીલા ધાણા નાખીને મિક્સ કરી ઠંડુ થવા દો
 9. લોટ બાંધવા માટે બધી સામગ્રી મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો
 10. લોટ ના અને બટાકા ના મિશ્રણ ના ગોળા વાળી લો
 11. લુવો લઈ રોટલી વણી વચ્ચે મિશ્રણ મૂકી કીનારી બંધ કરી લોટ માં રગદોળી પરાઠા વણી લો
 12. હવે રોટલી બનાવવાની લોઢી માં થોડુંક તેલ ગરમ કરી તેમાં પરાઠાને તળી લો
 13. પરાઠાને વચ્ચે થી ઊભા અને આડા કટ કરી ખોલી દો
 14. પછી તેમાં તળેલા પાપડ નો ભુક્કો, છીણેલું ચીઝ નાખો
 15. ડુંગળી અને કેપ્સિકમ નાખી પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Purvi Modi
Mar-07-2019
Purvi Modi   Mar-07-2019

ખૂબ સરસ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર