હોમ પેજ / રેસિપી / ઈન્દોરી પોહા

Photo of Indori poha by Bansi chavda at BetterButter
934
7
0.0(0)
0

ઈન્દોરી પોહા

Mar-07-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્દોરી પોહા રેસીપી વિશે

આખા ભારત માં ઇન્દોર ના પૌઆ જલેબી ખૂબ જ પ્રખ્યાત છે ..ખૂબ સરળ અને ટેસ્ટી નાસ્તો..અને આસાની થી બધે જ મળી રહે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મધ્ય પ્રદેશ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ પૌંઆ અથવા 300 ગ્રામ પૌઆ
  2. 1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  3. 1 નંગ ઝીણું સમારેલ બટેટા
  4. 2 નંગ ઝીણા સમારેલ લીલા મરચા
  5. 2 ચમચી ઝીણી સમારેલ કોથમીર
  6. 4 ચમચી તેલ
  7. 1/2 ચમચી રાય
  8. 1/2 ચમચી જીરું
  9. 1/4 ચમચી હળદર
  10. 2 ચમચી ખાંડ
  11. 1 ચમચી જીરાવન મસાલો(1/4 ચમચી ધાણાજીરા પાવડર,1/4 ચમચી લાલ મરચું,1/4 ચમચી ગરમ મસાલો,1/4 ચમચી મરી પાવડર,ચપટી સંચળ,ચપટી સૂંઠ પાવડર)
  12. 3 ચમચી લીંબુ નો રસ
  13. ચપટી હિંગ
  14. નમક જરૂર મુજબ
  15. 1 કપ તૈયાર સેવ

સૂચનાઓ

  1. સૌથી પેલા પૌઆ ને પાણી થિ ધોઈ લેવા
  2. હવે પૌઆ મા નમક, ખાંડ અને હળદર ધીમે થિ મિક્સ કરો
  3. ઍક કડાઈ મા તેલ ગરમ કરી ચપટી હિંગ નાખો પછી રાય જીરુ તતળે એટ્લે લીલા મરચા ,ડુંગળી અને બટેટા ને 5 મિનીટ ધીમા ગેસ પર સાંતળો
  4. હવે તેમાં ધોઈ ને તૈયાર રાખેલ પૌઆ ઉમેરો.ઉપર થિ જીરાવન મસાલો ,અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો.ઉપર થિ ઝીણી સમારેલ ડુંગળી,કોથમીર અને તૈયાર સેવ ભભરાવી જલેબી જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર