હોમ પેજ / રેસિપી / જોધપુરી મીરચી વડા

Photo of Jodhpuri mirchi vada by safiya abdurrahman khan at BetterButter
399
5
0.0(0)
0

જોધપુરી મીરચી વડા

Mar-08-2019
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જોધપુરી મીરચી વડા રેસીપી વિશે

રાજસ્થાનના જોધપુરનુ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાનુ એક એટ્લે મીરચી વડા!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • રાજસ્થાન
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧૫-૨૦ મોટા લીલા મરચા(ઓછા તીખા)
  2. મસાલા માટે
  3. ૪ બાફેલા બટાટા (છુંદી લો)
  4. ૧ ઝીણું સમારેલ કાંદા
  5. ૧ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
  6. ૧ નાની ચમચી ધાણા પાવડર
  7. ૧/૨ નાની ચમચી હળદર
  8. ૧/૨ નાની ચમચી લાલ મરચાની ભૂકી
  9. ૧ મોટી ચમચી લીંબુ નો રસ
  10. ૧ મોટી ચમચી સમારેલ કોથમીર
  11. ૧ ચમચી મીઠુ
  12. ખીરા માટે
  13. ૪ કપ ચણા નો લોટ
  14. ૧ ચમચી મીઠુ
  15. ૧ નાની ચમચી લાલ મરચાની ભૂકી
  16. ૧ નાની ચમચી હળદર
  17. તેલ ૧ મોટી ચમચી અને તળવા

સૂચનાઓ

  1. લીલાં મરચાંને ધોઈ વચ્ચે થી ફાડા કરી, અંદરનો બીજ કાઢી લો.
  2. પેનમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરો, સમારેલ કાંદા ઉમેરી સાંતળો.
  3. લીલા મરચાની પેસ્ટ ઉમેરી થોડા સેકન્ડ સાંતળો.
  4. મીઠુ બધાં મસાલા અને છુંદેલા બટાટા ઉમેરી બરાબર મિશ્ર કરો.
  5. લીંબુનો રસ અને સમારેલ કોથમીર ઉમેરી મિશ્ર કરો. ૧મિનીટ ઉંચા તાપે પકવી ગેસ બંદ કરી મિશ્રણ ઠંડું પડવા દો.
  6. એક મરચું લો,તેનાં વચ્ચેના અને આજુબાજુના ભાગ પર બટાકા નું મિશ્રણ લગાડો.
  7. એક વાસણમાં ચણાનો લોટ, મીઠુ, લાલ મરચાની ભૂકી અને હળદર ઉમેરો.
  8. પાણી ઉમેરી સહેજ ઘટ્ટ ખીરું બનાવો.
  9. કડાઈમાં તેલ ગરમ કરો.
  10. તૈયાર મરચા ને ખીરામાં બોળી ગરમ તેલ સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો.
  11. ચટણી અથવા સોસ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર