હોમ પેજ / રેસિપી / મુંબઈ ફેમસ બટર પાવભાજી

Photo of Mumbai famous butter Pav bhaji by Mumma's kitchen at BetterButter
723
7
0.0(0)
0

મુંબઈ ફેમસ બટર પાવભાજી

Mar-08-2019
Mumma's kitchen
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુંબઈ ફેમસ બટર પાવભાજી રેસીપી વિશે

મુંબઈ એટલે ખાણીપીણી નુ શહેર કહેવાય, મુંબઈ મા જેટલી નાની મોટી હોટેલો હશે તેના કરતા પણ વધારે ખાઉ ગલીઓ છે, મુંબઈ મા ખાઉગલી એટલે હરતી ફરતી ખાણીપીણીની બજાર, લોકો ખાઉગલી મા તેમના બજેટ મુજબ અને પસંદગી મુજબ સવાર ના નાશતા થી માંડીને ને રાત્રીનુ ભોજન માણી શકે છે, મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ મા મુખ્યત્વે વડાપાવ,ભેળપુરી,સેવપુરી,પાણીપુરી,પાવભાજી,ઉસળપાવ,મિસળપાવ ..... જેવી વાનગી ઓ ખુબ જ પ્રખ્યાત છે, લોકો મુંબઈ આવે અને જો આ બધી વાનગીઓ ના ખાય તો મુંબઈ યાત્રા અધુરી કહેવાય.. તો ચાલો આજ મુંબઈ ની ખાઉ ગલી ની પાવભાજી નો સ્વાદ આપણે પણ ચાખીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ બાફેલા બટાકા, ફલાવર, વટાણા નો માવો
  2. 1 કપ બારીક સમારેલા કાંદા
  3. 2 કપ ટામેટા ની પ્યુરી
  4. 1 ટેબલસ્પૂન આદુ લસણ અને મરચાં ની પેસ્ટ
  5. 1/2 બાફેલુ બીટરૂટ
  6. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  7. 1/2 ટી સ્પૂન હળદર
  8. 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો
  9. 100 ગ્રામ બટર
  10. સ્વાદ અનુસાર મીઠું
  11. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  12. બારીક સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈમાં માં 50ગ્રામ બટર ગરમ કરવા મૂકો, ગરમ થાય એટલે તેમાં બારિક સમારેલા કાંદા અને આદુ મરચાં ને લસણ ની પેસ્ટ નાંખીને તેને સાંતળો ત્યાર બાદ તેમા ટામેટાં ની પ્યુરી અને ઉમેરો અને બીટરુટ ને ખમણી ને ઉમેરો.
  2. ત્યાર બાદ કાંદા ટામેટાં ને બરાબર સાંતળી ને તેમા ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને ફરી વખત સાંતળો અને ત્યારબાદ તેમા બાફેલા શાક ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો
  3. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાખો અને થોડુ બટર નાખો અને તેને સ્મેશર વડે થોડુ થોડુ સ્મેશ કરો ,થોડુ પાણી ઉમેરીને તેને થોડુ ઉકળવા દો.
  4. હવે મુંબઈ ફેમસ પાવભાજી તૈયાર છે તેને બટર અને કોથમીર થી ગારનીશ કરી ને ગરમા ગરમ પાવ સાથે પીરસી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર