હોમ પેજ / રેસિપી / ક્લબ ગ્રિલ સેન્ડવિચ (રોડ સાઈડ)

Photo of Club Grill Sandwich (Road Side) by punam bhatt at BetterButter
406
6
0.0(0)
0

ક્લબ ગ્રિલ સેન્ડવિચ (રોડ સાઈડ)

Mar-10-2019
punam bhatt
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્લબ ગ્રિલ સેન્ડવિચ (રોડ સાઈડ) રેસીપી વિશે

આ એક ખૂબ જ લોકપ્રિય સેન્ડવિચ છે જે તમને દરેક સિટી માં ખાણી પીણી ઇ ગલિયો તેમજ ફૂડ કાર્ટ અચૂક મળી જશે. નાના મોટા સૌને ભાવતી સેન્ડવિચ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • બ્રિટીશ
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ ૪ સ્લાઈસ
  2. બાફેલા બટેટા ૨
  3. બાફેલા વટાણા ૧/૨ કપ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. કોથમીર ૧ ચમચો
  6. લીંબુ ૧/૨ નંગ
  7. ચાટ મસાલા જરૂર મુજબ
  8. ધાણા મરચાં ને લસણ ની લીલી ચટની ૨ + ૨ ચમચા
  9. બટર ૨ ચમચા
  10. ચીઝ સ્લાઈસ ૪
  11. ચીઝ ક્યૂબ ૨
  12. ગોળ સમારેલ કાકડી ૧ નંગ
  13. ગોળ સમારેલ ડુંગળી ૧ નંગ
  14. ગોળ સમારેલ ટામેટું ૧
  15. લેટુઝ ના પાન ૨-૩
  16. પિઝા સ્પ્રેડ ૨ ચમચા
  17. પેપ્રિકા જરૂર મુજબ
  18. ઓરેગાનો જરૂર મુજબ

સૂચનાઓ

  1. બાફેલા બટાકા, વટાણા માં મીઠું, લીંબુ કોથમીર અને ૨ ચમચા લીલી ચતની નાખી માવો બનાવી લો.
  2. હવે બ્રેડ ની બધી સ્લાઈસ પર પિઝા સ્પ્રેડ લગાવો ઉપર લીલી ચ્ટની લગાવો.
  3. બધી બ્રેડ પર ચીઝ સ્લાઈસ મૂકો. આ દરમિયાન ગ્રિલ મશીન ને પ્રેહિત થવા મૂકો.
  4. હવે એમાંથી ૨ બ્રેડ પર બટકા નો માવો લગાવો અને તેના ઉપર કાકડી નું લેયર કરો, તેના પર ડુંગળી અને ઉપર ટામેટા નું લેયર કરો.
  5. ઉપર ચાટ મસાલો છાંટો અને ઉપર લેટ્યુઝ ના પાન મૂકો.
  6. હવે ઉપર ચીઝ સ્લાઈસ વળી બ્રેડ મૂકો અને તેને ગ્રિલ મશીન માં બટેર લગવો અને પછી ગ્રિલ કરવા મૂકો.
  7. ૫-૭ મિનિટ માટે ગ્રિલ કરો અને વધુ ક્રિસ્પી જોઇએ તો તમે તેને વધુ સમય રાખી શકો છો
  8. હવે ક્લબ સેન્ડવીચ તિયર છે તેને પ્લેટ કાઢી લો અને ઉપર થી ચીઝ ને છીણી ને ભભરાવો.
  9. ઉપર સ્વાદ મુજબ પેપરીકા અને ઓરેગાનો નાખો અને કેચઅપ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર