હોમ પેજ / રેસિપી / સેઝવાન કોન રવા ઢોસા

Photo of Schezwan Cone Rava dosa by Rani Soni at BetterButter
627
15
0.0(0)
0

સેઝવાન કોન રવા ઢોસા

Mar-10-2019
Rani Soni
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન કોન રવા ઢોસા રેસીપી વિશે

સેઝવાન કોન રવા ઢોસા રેસીપી એ નિયમિત દક્ષિણ ભારતીય ઢોસામાં એક ઇન્ડો ચાઈના ટ્વિસ્ટ છે. સેઝવાન ઢોસા સ્ટિર-ફ્રાઇડ શાકભાજી અને સેઝવાન સોસથી ભરપૂર છે. તમે તેમાં નૂડલ્સ પણ ઉમેરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ રવો
  2. 1 કપ ચોખા નો લોટ
  3. 1 કપ દહીં
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ચમચી તેલ
  6. 1/4 કપ કોબી જુલિયન
  7. 1/4 કપ ગાજર જુલિયન
  8. 1/2 કપ કેપ્સિકમ જુલિયન
  9. 1/2 કપ લીલી ડુંગળી કાપેલી
  10. 1 /2 ચમચી આદુ સમારેલ
  11. 1 ચમચી લસણ સમારેલ
  12. 1 ચમચી કોથમીર સમારેલ
  13. 3/4 કપ સેઝવાન સોસ
  14. 2 ચમચી ટામેટા કેચઅપ
  15. 1/2 ચમચી કાળી મરી પાવડર
  16. સ્વાદ મુજબ મીઠું
  17. 2-3 ચમચી બટર

સૂચનાઓ

  1. રવો ,ચોખા નો લોટ ,દહીં અેક બાઉલ માં લઈ જરુરમુજબ પાણી નાંખી ખીરૂ બનાવો
  2. 1 કલાક માટે ગરમ જ્ગ્યા અે મૂકી લો
  3. એક પેન માં તેલ ગરમ કરો
  4. તેમાં આદુ અને લસણ ઉમેરો થોડીક સેકંડ માટે સાંતળો
  5. હવે બધા શાકભાજી નાંખી 1 મિનીટ માટે સાંતળો
  6. તેમાં સેઝવાન ચટણી ઉમેરો સારી રીતે મિકસ કરો
  7. ટામેટા કેચઅપ ઉમેરો
  8. કાળી મરી પાવડર,સ્વાદ મુજબ મીઠું ઉમેરો મિકસ કરો
  9. કોથમીર સમારેલ ઉમેરો
  10. 2 મિનિટ પછી ગેસ બંધ કરો
  11. મિશ્રણ તૈયાર છે
  12. રવા ઢોસા બેટર માં ,સ્વાદ મુજબ મીઠું નાંખો મિકસ કરો
  13. ઢોસા બનાવવા ના પેન ને ગરમ કરો
  14. હવે રવા ઢોસા બેટર ને ચમચા વડે પેન પર પાથરો
  15. બનાવેલ મિશ્રણ ને ઢોસા વચ્ચે મૂકો અને સારી રીતે ફેલાવી લો
  16. બટર નાંખી કડક શેકાવા દો
  17. હવે ઢોસા ને પિઝા કટર થી સાઈડ માં કેન્દ્રથી ધાર પર અેક કાપો કરી કોન વાળતા જાવો
  18. સેઝવાન કોન રવા ઢોસા તૈયાર છે
  19. ઢોસા ને ડીશ માં લઈ
  20. ચટણી જોડે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર