હોમ પેજ / રેસિપી / વડા પાવ

Photo of Wada paav by Kamal Thakkar at BetterButter
480
6
0.0(0)
0

વડા પાવ

Mar-11-2019
Kamal Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વડા પાવ રેસીપી વિશે

મુંબઈ નું પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ પણ હવે તો બધે મળતું થઈ ગયું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા ૬
  2. આદુ મરચા લસણ ની પેસ્ટ ૧ મોટી ચમચી
  3. મીઠું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. તેલ ૧ ચમચી
  6. હિંગ ૧/૪ ચમચી
  7. કળી પત્તા ૮-૧૦
  8. રાઈ ૧/૨ ચમચી
  9. કોથમીર ૨ ચમચી
  10. બેસન ૧&૧/૨ કપ
  11. મીઠું ૧/૨ ચમચી
  12. હળદર ૧/૨ ચમચી
  13. સોડા ૧ ચપટી
  14. પાવ ૮
  15. સૂકી લસણ ની ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા બાફી લો.
  2. છોલીને મસળી લો.
  3. એક પેન માં તેલ ગરમ મૂકી રાય નાખો.
  4. રાઈ તતળે એટલે આદુ મરચા લસણ નું પેસ્ટ ઉમેરો.કરી પત્તા ઉમેરો.
  5. હળદર ને મીઠું ઉમેરો.
  6. માસળેલા બટેટા ઉમેરો.કોથમીર પણ ઉમેરો.
  7. ગેસ બંદ કરી બધું મીક્સ કરી લો.સેજ ઠંડુ થાય એટલે આ મિશ્રણ માં થી લીંબુ જેટલા ગોળા વાળી લો.
  8. બેસન માં મીઠું,હળદર અને સોડા ઉમેરી ખીરું બનાવી લો.
  9. વડા તળવા માટે તેલ ગરમ કરો.બેસન ના ખીરા માં એક એક વડું નાખી તેલ માં નાખો.માધ્યમ તાપે તળી લો.
  10. પાવ ને વચ્ચે થઈ કાપી ને સૂકી લાલ ચટણી મુકો.
  11. પછી વડું મૂકી ને તળેલા લીલા મરચા જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર