હોમ પેજ / રેસિપી / આલુ ફૂદીના પરાઠા

Photo of Aaloo mint paratha by Varsha Joshi at BetterButter
295
6
0.0(0)
0

આલુ ફૂદીના પરાઠા

Mar-12-2019
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ ફૂદીના પરાઠા રેસીપી વિશે

આ પરાઠા પંજાબથી હવે દુનિયાના દરેક ખૂણામાં સટ્રીટ ફૂડ તરીકે પણ બનતા થયા છે.હવે પરાઠા મા ઘણી વેરાયટી જોવા મળે છે.પનીર પરાઠા, ચીઝ પરાઠા, વેજ પરાઠા. તો મે આજે આલુ પરાઠા મા ફુદીનાનો ઉપયોગ કરીને મિન્ટ પરાઠા બનાવ્યા છે.તો ચાલો મજા માણીએ આ મિન્ટ પરાઠા ની.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બટાકા
  2. 100 ગ્રામ ફુદીનો
  3. લસણની પેસ્ટ
  4. અડધું લીબુ
  5. લીલાં મરચાં વાટેલા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. અડધી ચમચી ખાંડ
  8. ઘંઉનો લોટ 3 વાટકી
  9. મોણ માટે અને સાતળવા માટે તેલ
  10. લોટ બાંધવા માટે પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા બાફી લો
  2. ત્યારબાદ ફૂદીનો ધોઈ અને પાન છૂટા પાડી ને એકદમ બારીક સમારી લો.
  3. લીલાં મરચાં ની અને લસણની પેસ્ટ બનાવી લો
  4. હવે બટાકા બફાઈ ત્યાં સુધી ઘંઉનો લોટ લઈ તેમાં તેલનું મોણ નાખી મીઠું નાખીને પરોઠાનો લોટ બાધી લો.
  5. હવે બટાકા ની છાલ ઉતારી તેમાં મીઠું, સમારેલ ફૂદીનો, લીલાં મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો
  6. ખાડ અને લીંબુનો રસ પણ ઉમેરો
  7. ત્યારબાદ બરાબર મેશ્ડ કરી સ્ટફિંગ તૈયાર કરો
  8. હવે બાધેલા લોટમાંથી મોટો લુવો લઈ અને તેને થોડું પુરી જેટલું વણી તેમાં એક ચમચી આલુ ફૂદીનાનો મસાલો ભરો
  9. બધી બાજુ થી બરાબર બંધ કરી ફરીથી તેને સ્ટફિંગ બહાર ના નીકળે તેમ હળવા હાથે વેલણથી પરોઠા વણો
  10. ગેસ પર નોનસ્ટિક તવી મા તેલ મૂકી આ પરોઠા સરસ બદામી રંગના શેકી લો
  11. તૈયાર છે ગરમ ગરમ આલુ મિન્ટ પરાઠા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર