હોમ પેજ / રેસિપી / મિસ્ટી દોઈ

Photo of MISTI DOI (SWEET YOGURT) by Deepa Rupani at BetterButter
724
7
0.0(0)
0

મિસ્ટી દોઈ

Mar-12-2019
Deepa Rupani
40 મિનિટ
તૈયારી નો સમય
600 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસ્ટી દોઈ રેસીપી વિશે

દહીં એ આપણા ભોજન નું એક મુખ્ય ઘટક છે. દહીં,દોઈ, થૈયર, યોગર્ટ ના નામ થી જાણીતું એવું આ મધુર દહીં ને આપણે દહીં તરીકે, રાઈતા માં, છાસ તરીકે, કઢી માં એમ વિવધ રીતે વાપરીએ છીએ. મિસ્ટી દોઈ એ બંગાળ નું પારંપરિક અને જાણીતું ડેસર્ટ છે. તેઓ તેને ભોજન પછી ખાય છે. આ બંગાળ માં સર્વત્ર પ્રાપ્ય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લીટર ફૂલ ક્રિમ દૂધ
  2. 3/4 કપ ખાંડ
  3. 1/2 કપ ઘર નું દહીં

સૂચનાઓ

  1. એક જાડા તળિયાં વાળા વાસણ માં દૂધ ઉકળવા મુકો. એક ઉભરો આવે એટલે અડધી ખાંડ નાખી ઉકળવા દો. જતા સુધી અડધું દૂધ રહે ત્યાં સુધી ઉકાળો. સતત હલાવતા રહો અને બાજુ પર થી દૂધ ને સ્ક્રેપ કરતા રહેવું.
  2. બીજા જાડા તળિયા વાળા વાસણ માં બાકી રહેલી ખાંડ ઉમેરી તેને ગરમ મુકો. હલાવતા રહેવું.
  3. ખાંડ ઓગળી ને સોનેરી થાય અને ખદ ખદે દતળે આંચ બંધ કરી એક ચમચી પાણી નાખી મિક્સ કરો. આ કેરેમલાઇસ ખાંડ ને ઉકળેલા દૂધ માં સારી રીતે ભેળવી દો.
  4. દૂધ હૂંફાળું થાય એટલે દહીં વલોવી સારી રીતે મિક્સ કરી ને જેમાં દહીં બનાવું હોય એમ ફેરવી દો. અને મળવા માટે હૂંફાળી જગ્યા પર રાખી દો.
  5. આ દહીં ને મળતા સાદા દહીં કરતા વધારે વાર લાગશે, આશરે 10-12 કલાક જે વાતાવરણ પર આધારિત છે.
  6. એક વાર મળી જાય એટલે મિસ્ટી દોઈ ને ફ્રીઝ માં 2-3 કલાક માટે રાખો અને ઠંડુ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર