હોમ પેજ / રેસિપી / લસણીયા ભુંગળા બટેટા

Photo of Lasaniya bhugala Batata by Mital Viramgama at BetterButter
2664
4
0.0(0)
0

લસણીયા ભુંગળા બટેટા

Mar-13-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા ભુંગળા બટેટા રેસીપી વિશે

લસણીયા ભુંગળા બટેટા એક કાઠીયાવાડી ફેમસ ડીસ છે.ખાસ ધોરાજી ના ગફાર ના ભુંગળા બટેટા ખૂબજ ફેમસ છેં. માણસો દુર દૂર થીં સ્પેશીયલ ભુંગળા બટેટા ખાવા માટે આવેછે.બટેટા ખુબજ સ્પાઇસી હોય છેં અને ભુંગળા અને ખારીંસીંગ સાથે સર્વ કરવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 20 નંગ નાની બટેટી
  2. 2 ગાંઠીયા લસણ ના
  3. 1 નંગ મોટો આદું નો પીસ
  4. 2 ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  5. 1 ટી સ્પૂન તીખું મરચું
  6. નીમક સ્વાદ અનુસાર
  7. 3ટેબલ સ્પૂન ટામેટો પયુરી
  8. 2ટેબલ સ્પૂન તેલ
  9. 1લીંબુ નો રસ
  10. 1ટી સ્પૂન ખાંડ
  11. 1ટેબલ સ્પૂન કોથમીર
  12. 1/4 ટી સ્પૂન જીરૂ
  13. પીંચ જેટલી હીઞ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટેટી ને બાફી ને છાલ કાઢી લો.
  2. હવે લસણ ફોલી તેમાં ટામેટો ની પયુરી આદું ખમણેલું અને લાલ મરચું કાશ્મીરી નાખી મીકસર મા પેસ્ટ બનાવી લો.
  3. હવે તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ નાખી લસણની પેસ્ટ નાખી સાંતળવું
  4. હવે તેમાં બાફેલા બટાકા નાખી તીખું લાલ મરચું અને લીંબુ નો રસ અને ખાંડ નાખી મીક્સ કરી લો. નીમક સ્વાદ અનુસાર નાખી મીક્સ કરી લો.
  5. હવે મીડીયમ તાપે બે મીનીટ મીક્સ કરી લો.તીખાશ ખટાસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા નું અને મીક્સ કરી લો.
  6. હવે તૈયાર છે લસણીયા બટેટા. હવે ઉપર કોથમીર અને આદુ ખમણેલું થોડું છાંટી ગરમાગરમ સવઁ કરો ભુંગળા તળેલા અને ખારીંસીંગ સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર