હોમ પેજ / રેસિપી / લિટ્ટી ચોખા

Photo of Litti Chokha by Rani Soni at BetterButter
943
8
0.0(0)
0

લિટ્ટી ચોખા

Mar-13-2019
Rani Soni
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિટ્ટી ચોખા રેસીપી વિશે

લિટ્ટીચોખા એ બિહારી રેસીપી છે જે ઘઉં નો લોટ અને સત્તુ સાથે બનાવવામાં આવે છે. આ મુખ્ય કોર્સ રેસીપી છે જે સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ લંચ રાત્રિભોજનની વાનગી તરીકે બનાવવા માં આવે છે. જે દેખાવમાં બાટી જેવું જ છે પરંતુ થોડો તફાવત છે. જેમાં ભરણમાં સત્તુ ભરવા માં આવે છે.જે શેકેલા છૂંદેલા ટામેટા ,રીંગણ ,બટાકા સાથે ખાવા માં આવે છે. લીટી બોલમાં ઉપર ઘી રેડવામાં આવે ત્યારે વાનગી વધારે આકર્ષક લાગે છે. આ વાનગીમાં ઉપયોગમાં લેવાતા સરસવનું તેલ આ વાનગીમાં એક અનન્ય સુગંધ અને સ્વાદ ઉમેરે છે. આ પારંપરિક રેસીપીને ખાસ પ્રસંગોએ બનાવા માં આવે છે.જો કે આ સુશોભિત લીટી ચોખા રેસીપીને આનંદ આપવા માટે કોઈ ચોક્કસ સમય નથી, તેમ છતાં તમે તેને જન્મદિવસ, કિટ્ટી પાટી પોટલક જેવા વિશેષ પ્રસંગો પર તૈયાર કરો અને તમારા મહેમાનોને તમારી આકર્ષક રાંધણ કુશળતાથી આકર્ષિત કરો. આ બિહારી વાનગી જરૂર પસંદ પડશે તેને અજમાવી જુઓ અને સ્વાદિષ્ટ બિહારી રેસીપીને ઘરે બનાવો અને તમારા મહેમાનોને પ્રભાવિત કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • બિહાર
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. લીટી માટે:
  2. 2 કપ ઘઉંનો લોટ
  3. 1/4 ચમચી અજમો
  4. મીઠું સ્વાદમુજબ
  5. 2 ચમચી ઘી
  6. સ્ટફિંગ માટે:
  7. 1 કપ સત્ત્તુ (શેકેલા ચણા નો લોટ)
  8. 1/2 ચમચી કલોન્જી
  9. 1 લીલું મરચું સમારેલ
  10. 1/2 ચમચી આદુ લસણ પેસ્ટ
  11. 1/2 ચમચી જીરું
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1 ચમચી લીંબુનો રસ
  14. 2 ચમચી સરસવ તેલ
  15. ટામેટા બેંગન ચોખા માટે:
  16. 3 ટામેટા
  17. 1 રીંગણ
  18. 1 લીલું મરચું સમારેલ
  19. 2 કળી લસણ સમારેલ
  20. 1 ઇંચ આદુ સમારેલ
  21. 1 ડુંગળી સમારેલ
  22. 2 ચમચી કોથમીર સમારેલ
  23. 1 ચમચી લીંબુનો રસ
  24. 2 ચમચી સરસવ તેલ
  25. મીઠું સ્વાદમુજબ
  26. આલૂ ચોખા માટે :
  27. 2 બટાકા બાફેલ મેશ કરેલા
  28. 1/2 ચમચી આદું મરચાં પેસ્ટ
  29. કોથમીર 1 ચમચી
  30. સ્વાદમુજબ મીઠું
  31. પિરસવા માટે :
  32. 1/4 કપ કોથમીર મરચાં ની ચટણી
  33. 1/2 કપ ઘી
  34. સલાડ ડુંગળી લીલાં મરચાં સમારેલ

સૂચનાઓ

  1. અેક બાઉલ માં લિટ્ટીની સામગ્રી લઈ પાણી થી મિડીયમ કણક બાંધો
  2. 20 મિનીટ માટે સાઈડ પર મૂકો
  3. અેક બાઉલ માં સ્ટફિંગ ની સામગ્રી ની લઈ 1-2 ચમચી પાણી નાંખી મિકસ કરો
  4. સ્ટફિંગ તૈયાર છે
  5. હવે બાંધેલ લોટ માંથી નાના મધ્યમ કદ ના લૂઆ બનાઈ
  6. આંગળીઓની મદદથી 2-3 ઇંચના વ્યાસમાં કણક નો વાટકી સમાન આકાર આપો
  7. તેના માં 1 1/2 ચમચી સ્ટફિંગ મૂકી દો અને ચાર બાજુઓમાંથી કણક ને બંધ કરી ગોળ બાટી સમાન આકાર આપો
  8. આવી રીતે બધી લિટી બનાઈ લો
  9. અપ્પ્મ પેન (તદૂંર માં પણ બનાઈ શકો) ને ગરમ કરો અને લિટી ને ધીમા તાપે દરેક બાજુઓથી સોનેરી બ્રાઉન શેકી લો
  10. લિટ્ટીની તૈયાર છે
  11. ટામેટા અને રીંગણ ચોખા માટે:
  12. ટામેટા અને રીંગણ ઉપર તેલ લગાઈ ગેસ ઉપર શેકો
  13. શેકાય અેટલે તેની છાલ કાઢો અને તેને મેશ કરી લો
  14. અેક પેન માં તેલ લઈ તેમાં જીરુ નાખો
  15. આદુ મરચાં,સમારેલ ડુંગળી નાંખી સાંતળો
  16. હવે તેમાં મેશ કરેલા ટામેટા અને રીંગણ ઉમેરો.
  17. મીઠું,લીંબુ નો રસ ઉમેરો મિકસ કરો
  18. કોથમીર નાંખી ગેસ બંધ કરો
  19. આલૂ ચોખા માટે :
  20. બટાકા બાફેલ મેશ કરેલા લઈ તેમાં આદું મરચાં પેસ્ટ કોથમીર,મીઠું નાંખી મિકસ કરો આલૂ ચોખા તૈયાર છે
  21. પિરસવા માટે:
  22. એક ડિશ માં 4 ચમચી ટામેટા અને રીંગણ ચોખા મૂકો,2 ચમચી આલૂ ચોખા મૂકો.1 લિટ્ટી મૂકો,કોથમીર મરચાં ની ચટણી મૂકો,સલાડ મૂકો
  23. લિટ્ટી ઉપર ઘી નાંખી ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર