હોમ પેજ / રેસિપી / મુઘલાઇ પરાઠા (અંડા ખીમા પરાઠા)

Photo of Mughlaee paratha(Anda kheema paratha) by safiya abdurrahman khan at BetterButter
399
1
0.0(0)
0

મુઘલાઇ પરાઠા (અંડા ખીમા પરાઠા)

Mar-13-2019
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુઘલાઇ પરાઠા (અંડા ખીમા પરાઠા) રેસીપી વિશે

સુરત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. મટન નો ખીમો ૨૫૦ ગ્રામ
  2. સમારેલ કાંદા ૧
  3. લીલા મરચા ૬
  4. લસણ ૬ કળી
  5. કોથમીર ૧ ઝૂડી
  6. મેંદો ૧ કપ
  7. ઈંડું ૧
  8. તેલ જરૂર મુજબ
  9. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. પરાઠા બનાવવા માટે એક વાસણમાં મેંદો, ૧ નાની ચમચી તેલ, મીઠુ ઉમેરી મિશ્ર કરો.
  2. હાથ ની હથેળી વડે લોટ ને એકબીજા સાથે બરાબર મસળો.
  3. ૩-૪ મિનીટ મસળી થોડુ થોડુ પાણી ઉમેરી મધ્યમ નરમ કણેક બાંધો.
  4. ઢાંકીને ૨૦ મિનીટ રાખો.
  5. નોનસ્ટિક પેનમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરી સમારેલ કાંદા સાંતળો.
  6. ગુલાબી થાય એટ્લે સમારેલ લસણ, સમારેલ લીલા મરચા ઉમેરી ૧ મિનીટ સાંતળો.
  7. તેમાં ખીમો ઉમેરી ૭-૮ મિનીટ મધ્યમ તાપે હલાવો.
  8. મીઠુ અને જરૂર મુજબ પાણી ઉમેરો. ખીમો રંધાય જાય અને પાણી સુકાય તો ગેસ બંદ કરો.
  9. સમારેલ કોથમીર ઉમેરી મિશ્ર કરો અને મિશ્રણ ઠંડું થવા દો.
  10. ઈંડામા મીઠુ ઉમેરી બરાબર ફેન્ટીં લો, તવી પર ૨ નાની ચમચી તેલ ગરમ કરી ઈંડું ઉમેરો.
  11. ચમચા થી ચલાવતા રહો. ભૂરજી જેવું થાય તો ગેસ બંદ કરો અને ખિમા સાથે મિશ્ર કરો.
  12. બાંધેલ કણેક માંથી થોડો નાનો લૂઓ લઇ રોટલી વણો, તેનાં પર વચ્ચે ૨ મોટી ચમચી ખીમા નું મિશ્રણ ફેલાવો.
  13. ચારે બાજુથી રોટલી ની કિનારીને પાણી અથવા ઈંડા ની મદદ થી ચોંટાડી દો.
  14. કડાઈમાં તેલ ગરમ કરી પરાઠા બન્ને બાજુ થિ કરકરા તળી લો.
  15. સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર