હોમ પેજ / રેસિપી / સેવ ઉસળ

Photo of SEV USAL by Krupa Shah at BetterButter
80
5
0.0(0)
0

સેવ ઉસળ

Mar-13-2019
Krupa Shah
360 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ઉસળ રેસીપી વિશે

સેવ ઉસળ વડોદરા શહેરનું પ્રખિયાત સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ગુજરાત
 • પેન ફ્રાય
 • ધીમે ધીમે ઉકાળવું
 • બાફવું
 • સાંતળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. ઉસળ બનાવા માટે:
 2. 1 & 1/2 કપ સફેદ વટાણા
 3. 2 મોટા ચમચા તેલ
 4. 1/2 નાની ચમચી જીરું
 5. 2 ડુંગળી મોટી
 6. 6 લસણ ની કળી
 7. 1" આદુ નો ટુકડો
 8. 3 ટામેટા મધ્યમ કદનાં
 9. સ્વાદ પ્રમાણે મીઠું
 10. 1 & 1/2 મોટા ચમચા સેવ ઉસળ મસાલો
 11. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર
 12. 1 નાની ચમચી હળદર
 13. 2 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
 14. 1 નાની ચમચી ગરમ મસાલો
 15. 1 મોટો ચમચો ચણા નો લોટ 2/3 મોટા ચમચા પાણી માં નાખી ને
 16. 1/2 બાફીને માસળેલું બટેટુ
 17. 3 કપ પાણી
 18. 2 નાની ચમચી લીંબુનો રસ
 19. તરી માટે: (લાલ રંગની ચટણી)
 20. 1 મોટો ચમચો તેલ
 21. 1 મોટો ચમચો કાશ્મીરી લાલ મરચું
 22. 1/4 નાની ચમચી હળદર
 23. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર
 24. 1/4 નાની ચમચી ગરમ મસાલો
 25. 1 નાની ચમચી સેવ ઉસળ મસાલો
 26. 1/2 નાની ચમચી મીઠું
 27. 4 મોટા ચમચા પાણી
 28. સજાવટ માટે:
 29. ગાંઠિયા
 30. દહીં
 31. લિલી ડુંગળી નો લીલો ભાગ
 32. સાથે પીરસવા માટે:
 33. ચટપટા લસણ ની ફ્લેવર ના પાવ
 34. સમારેલી ડુંગળી
 35. તરી
 36. ગાંઠિયા
 37. સૂકી લસણ ની ચટણી
 38. લિલી ડુંગળી નો લીલો ભાગ સમારેલો

સૂચનાઓ

 1. ઉસળ માટે: સફેદ વટાણા ને ધોઈને 5-6 કલાક માટે પલાળીને રાખો. હવે વટાણા માં 1/4 નાની ચમચી હળદર, ચપટી ખાવાનો સોડા અને 1/2 નાની ચમચી મીઠું ઉમેરી ને 4 સિટી વગાડીને 10-15 મિનિટ ધીમાં તાપે ચળવા દો. આ રીતે તમને એકદમ નરમ વટાણા ચળેલા મળશે.
 2. આદુ, મરચાં, લસણ અને ડુંગળી ની મિક્સચર માં પેસ્ટ બનાવી લો.
 3. ટામેટાં ની પણ છૂટી પેસ્ટ બનાવી લો.
 4. હવે એક પેન માં તેલ મૂકી ગરમ કરો, જીરું ઉમેરો. જીરું તતળે એટલે એમાં પેહલા ડુંગળી વાલી પેસ્ટ સાંતળો પછી ટામેટા ની પેસ્ટ નાખી એનું પાણી ન બળી જાય ત્યાં સુધી સાંતળો. પછી બધા સૂકા મસાલા ઉમેરી દો અને થોડી વાર ચળવા દો.
 5. હવે પેસ્ટ તેલ છોડવા લાગે ત્યારે એમાં બાફેલા સફેદ વટાણા, 2-3 કપ પાણી, મીઠું, બાફેલું બટેટુ અને ચણા ના લોટ ની પેસ્ટ ઉમેરી દો.
 6. ઉસળ ને 20-25 મિનિટ માટે બરાબર ધીમાં તાપે ઉકળવા દો. ગેસ બંધ કરી લીંબુ નો રસ નાંખી દો.
 7. તરી બનાવની વિગત: તેલ ગરમ કરો એમાં બધા મસાલા ને પાણી ઉમેરી 2-3 મિનિટ માટે ઉકાળો પછી ઠંડી થવા દો.
 8. તૈયાર તરી સરસ લાલ રંગની થાય.
 9. હવે પાવ માટે: ગરમ તવા ઉપર બટર મૂકી એના ઉપર સૂકી લસણ ની ચટણી ભભરાવો એની ઉપર પાવ શેકી લો.
 10. શેકેલા પાવ ના નાનાં ટુકડા કરી સાતે સ્ટિક માં લગાવી દો.
 11. હવે ઉસળ એક બોલ માં લઇ, એના ઉપર દહીં અને તરી ઉમેરી દો.
 12. પીરસતી વખતે એના ઉપર ગાંઠિયા નાખવા અને સાતે સ્ટિક પર લગાવેલા ચટપટા પાવ, લિલી ડુંગળી, તરી, ગાંઠિયા, સૂકી લસણ ની ચટણી અને સમારેલી ડુંગળી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર