હોમ પેજ / રેસિપી / ગોટાળો ઢોંસો

Photo of Gotala dhosa by prajapati priyanka at BetterButter
392
1
0.0(0)
0

ગોટાળો ઢોંસો

Mar-14-2019
prajapati priyanka
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોટાળો ઢોંસો રેસીપી વિશે

ઢોસા નું નવું વેરિએશન જે આજ કાલ સ્ટ્રીટ ફૂડ તરીકે બઉ જોવા મળે છે જેને મેં થોડું ઇન્સ્ટન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 1 કપ
  2. ચણા નો લોટ 1 te. સ્પૂન
  3. છાશ 1.5 કપ
  4. બટાકું બાફેલું 1 નંગ
  5. વટાણા બાફેલા 1 te. સ્પૂન
  6. ડુંગરી 1 નંગ
  7. ટામેટું 1 નંગ
  8. કોથમીર સમારેલી
  9. ગરમ મસાલો 1 ટે. સ્પૂન
  10. ચાટ મસાલો 1 ટે. સ્પૂન
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ખાવા નો સોડા 1 ટી.સ્પૂન
  13. માખણ

સૂચનાઓ

  1. ઘઉં ને ચણા નો લોટ મિક્સ કરી એમાં છાસ ઉમેરી ઢોસા જેવું ખીરું તૈયાર કરો
  2. જયારે ઢોસા ઉતારવાના હોય ત્યારે જ ખાવાનો સોડા ઉમેરવો
  3. તવો એકદમ ગરમ થવા દેવો પછી એના પર થોડું તેલ લગાવી ફેલાવી દેવું પછી એના પર પાણી છાંટવું કપડાં થી તાવો સાફ કરી ખીરું હલાવી તવા પર નાખવું ને વચ્ચે થી ફેલાવા નું ચાલુ કરી આખો ફેલાવવો
  4. થોડો ઉપર થી સુકાઈ ગયેલો લાગે ઢોસો એટલે એના પર માખણ, બટાકું વટાણા ટામેટું ડુંગરી કોથમીર ગરમ મસાલો ચાટ મસાલો નાખી બધું મિક્સ કરવું ને એ મસાલો અલગ ડીશ માં કાઢી લેવો
  5. ઢોસો પણ તવા ની કિનારી ઓ છોડી દે એટલે લઇ લેવો
  6. કોથમીર નારિયેળ ની ચટણી અને સંભાર સથે સર્વ કરવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર