BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીઝી મૈસુર મસાલા ડોસા

Photo of Chizy maisur masala dosa by safiya abdurrahman khan at BetterButter
0
2
0(0)
0

ચીઝી મૈસુર મસાલા ડોસા

Mar-15-2019
safiya abdurrahman khan
960 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી મૈસુર મસાલા ડોસા રેસીપી વિશે

કર્ણાટક નાં મૈસુર નું લોકપ્રિય સવાર નો નાસ્તો, જે હવે આખા ભારત ભરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય થયુ છે. કેટલીક જગ્યાએ તેમાં ચીઝ ઉમેરી થોડો વિદેશી સ્પર્શ પણ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • બીજા
  • કર્નાટકા
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ડોસા નું ખીરું માટે; ૨ કપ ચોખા
  2. ૧ કપ અડદ ની દાળ
  3. ૧/૪ કપ જાડા પોંવા
  4. મીઠુ જરૂર મુજબ
  5. મસાલા માટે
  6. ૩ બટાટા
  7. ૨ સમારેલ કાંદા
  8. ૧ સમારેલ ટામેટા
  9. ૧/૨ નાની ચમચી રાઈ
  10. ૧/૨ નાની ચમચી જીરું
  11. ૧/૪ નાની ચમચી મેથી નાં દાણા
  12. ૪-૫ લીલાં મરચા સમારેલ
  13. ૭-૮ લીમડાના પાન
  14. ૧/૨ નાની ચમચી હળદર
  15. ૧/૨ નાની ચમચી લાલ મરચાની ભૂકી
  16. ૧ મોટી ચમચી સમારેલ કોથમીર
  17. તેલ જરૂર મુજબ
  18. મીઠુ
  19. લાલ ચટણી માટે ; ૨ મોટી ચમચી ચણા દાળ
  20. ૩-૫ આખા લાલ મરચા
  21. ૪-૫ લસણ ની કળી
  22. ૧ નાનો કટકો આંબલી
  23. ચીઝ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચોખા અને અડદ ની દાળ ને ૫-૬ કલાક જુદા જુદા પલાળૉ. પછી નીથારી લો.
  2. પોંવા૧૦ મિનીટ પલાળી નીથારી જાર મા અડદ દાળ, ચોખા સાથે થોડુ થોડુ પાણી ઉમેરી ઝીણું વાટી લો.
  3. ખીરું ને ઢાંકી ગરમ જગ્યા પર લગભગ ૮-૧૦ કલાક આથો લાવવા મૂકો.
  4. બટાકા બાફીને છોલી લો. પેનમાં ૪ મોટી ચમચી તેલ ગરમ કરી રાઈ તતડાવો.
  5. જીરું,મેથી અને લીમડાના પાન તતડાવો. સમારેલ લીલા મરચા નાખી થોડાક સેકન્ડ સાંતળો.
  6. તેમાં સમારેલ કાંદા હળદર, લાલ મરચા ઉમેરો.
  7. કાંદા ગુલાબી થાય એટ્લે ટામેટા ઉમેરી થોડાક સેકન્ડ સાંતળી બાફેલા બટાકા છૂંદિ ને ઉમેરો.
  8. મીઠુ અને કોથમીર ઉમેરી બરાબર મિશ્ર કરો.
  9. ગેસ બંદ કરો અને મિશ્રણ ઠંડું પડવા દો.
  10. પેનમાં ૧ નાની ચમચી તેલ ગરમ કરી ચણાદાળ ને આછી રંગની શેકી લો.
  11. તેમાં આખા લાલ મરચા ઉમેરી સાંતળો. ઠંડું થાય તો મિક્ષિ જાર મા લઇ લો.તેમાં લસણ અને પલાળેલી આંબલી નાખો અને ઝીણું વાટી લો. ચટણી ઘટ્ટ હોવી જોઈયે.
  12. ખીરામાં આથો આવી ગયો હોય તો તેમાં મીઠુ ઉમેરી બરાબર મિશ્ર કરો.
  13. નોનસ્ટિક પેન ગરમ કરો, પાણી નો છટ્કાવ કરી તેલ વાળા કાપડ થી તવા ને લુછો.
  14. ૨ મોટી ચમચી ખીરું પાથરો, અને ચમચા થી ગોળ ગોળ ફેલાવી લો.
  15. ઢાંકણ ઢાંકી ૫ ૬ સેકન્ડ ધીમા તાપે શેકવા દો.
  16. આજુબાજુ તેલ લગાડો. લાલ ચટણી બરાબર લગાડો.
  17. બટાકા મસાલા ૨ મોટી ચમચી જેટલું નાખો. અને ચીઝ નાં કટકા છાંટી નારિયેળ ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર