હોમ પેજ / રેસિપી / છોલા કુલચા

Photo of Chhola kulcha by Urvashi Belani at BetterButter
621
7
0.0(0)
0

છોલા કુલચા

Mar-15-2019
Urvashi Belani
360 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલા કુલચા રેસીપી વિશે

દિલ્લી ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છોલા કુલચા, જે મેં ઝીરો ઓઇલ માં બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • શેકેલું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલા બનાવવા માટે
  2. 1 કપ સફેદ વટાણા
  3. સ્વાદાનુસાર નમક
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચી લાલ મરચુ
  6. 1/2 ચમચી ધાણા પાવડર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1/2 ચમચી શેકેલું જીરું પાવડર
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. 1/4 ચમચી કાળી મરી પાવડર
  11. 1/4 કપ આમલી ની પેસ્ટ
  12. લીલા ધાણા
  13. કુલચા બનાવવા માટે:
  14. 2 કપ મેંદો
  15. સ્વાદાનુસાર નમક
  16. 1 ચમચી ખાંડ
  17. 1 ચમચી બેકિંગ પાવડર
  18. 1/4 ચમચી બેકિંગ સોડા
  19. 1/2 કપ દહીં
  20. ઉપર લગાવવા માટે લીલા ધાણા અને કોથમીર
  21. સર્વ કરવા માટે;
  22. લીંબુ નો રસ
  23. બારીક સમારેલી ડુંગળી
  24. બારીક સમારેલા ટામેટા
  25. લાબું સમારેલું આદુ
  26. કોથમીર

સૂચનાઓ

  1. છોલા બનાવવા માટે વટાણા ને 6 થી 7 કલાક સુધી પાણી માં પલાળી રાખો.
  2. હવે પાણી કાઢી, બીજું પાણી નાખી નમક અને હળદર નાખી કુકર માં 3 થી 4 સીટી વગાડી બાફી લો.
  3. બધા સૂકા મસાલા ને એક વાટકી માં લઇ થોડું પાણી નાખી મિક્સ કરો
  4. કઢાઈ માં પલાળેલો મસાલો નાખી 1 મિનિટ સિમ આચ પર રાખી, બાફેલા વટાણા નાખો
  5. આમલી ની પેસ્ટ અને જરૂર મુજબ પાણી અને નમક નાખી સિમ આચ પર 5 થી 7 મિનિટ થવા દો.
  6. કોથમીર નાખો
  7. કુલચા માટે મેંદા માં નમક, ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ,દહીં નાખી મિક્સ કરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.
  8. આ લોટ ને ભીના કપડાં થઈ કવર કરી ઢાંકી ને 2 થી 3 કલાક માટે મૂકી દો.
  9. હવે લોટ ને બરાબર મસળી લો, લોટ ની એક લોઈ લઈ તેને થોડું વણી ઉપર લીલા ધાણા અને કલોજી મૂકી, ગોળાકાર માં થોડું જાડું વની લો.
  10. હવે કુલચા ને પલટાવી બીજી બાજુ પાણી લગાવી દો.
  11. ગરમ તવા પર પાણી વાળો ભાગ મૂકી ચોંટાડી દો અને ધીમી આચ પર થવા દો
  12. હવે તવા ને ઊંધું કરી કુલચા ને ગેસ પર બીજી બાજુ સેકી લો
  13. આ રીતે બધા કુલચા બનાવી દો.
  14. સર્વ કરતી વખતે છોલા ની ઉપર લીંબુ નો રસ,ડુંગળી, ટામેટા, આદુ અને કોથમીર નાખી કુલચા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર