હોમ પેજ / રેસિપી / સ્પેનિશ માન્ચેગો ક્રોકએટસ વિથ ઇન્ડિયન ટચ

Photo of Spanish Manchego Croquetas with Indian touch. by Khyati Dhaval at BetterButter
119
4
0.0(0)
0

સ્પેનિશ માન્ચેગો ક્રોકએટસ વિથ ઇન્ડિયન ટચ

Mar-15-2019
Khyati Dhaval
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પેનિશ માન્ચેગો ક્રોકએટસ વિથ ઇન્ડિયન ટચ રેસીપી વિશે

આ એક સ્પેનિશ સ્ટ્રીટ ફૂડ છે જેમાં સ્ટ્રોંગ ફ્લેવર ધરાવતી માન્ચેગો ચીઝ નો ઉપયોગ કરી ને ક્રોકએટ્સ બનાવવામાં આવે છે. ભારત માં આ પ્રકાર નું ચીઝ ઉપલબ્ધ નથી હોતું તો આપણે આમાં સ્ટ્રોંગ ચેડ્ડર ચીઝ નો ઉપયોગ કરી શકીએ છીએ અને જો એ પણ તમને ના મળે તો તમે અમુલ ચીઝ પણ વાપરી શકો છો. સામાન્ય રીતે આ ક્રોકએટ્સ ને કોટ કરવા માટે ઈંડા અને બ્રેડ ક્રમ્બ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઇન્ડિયન ટચ આપવા અને ઈંડા રહિત બનાવવા મેં અહીં મેંદા ની સ્લરી અને વેર્મીસેલી નો ઉપયોગ કર્યો છે. ઉપરાંત થોડું સ્વાદિષ્ટ બનાવવા મેં એમાં ઝીણા સમારેલા વેજેટેબલ્સ પણ ઉમેર્યા છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ડીનર પાર્ટી
 • સ્પેનીશ
 • તળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

 1. 100 ગ્રામ સ્ટ્રોંગ ચેડ્ડર ચીઝ
 2. 50 ગ્રામ બટર
 3. 1/2 કપ પ્લેઇન મેંદો
 4. 1+1/4 કપ દૂધ
 5. 1/2 કપ મિક્સ વેજેટેબલ્સ ઝીણા કાપેલા
 6. ધાણા ઝીણા કાપેલા 1 ચમચી
 7. 2 લીલું મરચું ઝીણું કાપેલું
 8. ચપટી જાયફળ નો પાવડર
 9. 1 ચમચી મરી પાવડર
 10. મીઠુ સ્વાદ પ્રમાણે
 11. 1/2 કપ મેંદા ની મીડ્યમ સ્લરી
 12. 2 કપ ટુકડા કરેલી વેર્મીસેલી
 13. તેલ તળવા માટે

સૂચનાઓ

 1. એક બોલ માં ચેડ્ડર ચીઝ ને છીણી ને સાઈડ પર રાખો.
 2. એક મિડિયમ સોસપેન માં બટર મેલ્ટ કરી 1/2 કપ મેંદો નાખી વ્યવસ્થિત મિક્સ કરી લો.
 3. હવે એમાં દૂધ ઉમેરી ધીમા ગેસ પર હલાવતા રહો ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી. પછી ગેસ બંધ કરી બધું ચીઝ ઉમેરી સરખું મિક્સ કરી લો. જાયફળ નો પાવડર અને મરી પાવડર નાખી સરખું મિક્સ કરી લો. સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી શકાય.
 4. આ મિશ્રણ માં ધાણા, લીલું મરચું અને મિક્સ વેજેટેબલ્સ ઉમેરી સરખું હલાવી ને માવો બનાવી લો.
 5. આ માવા ને એક પ્લેટ માં કાઢી 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો.
 6. હવે એક કલાક પછી માવા ને બારે કાઢી એમાં થી ક્રોકએટસ નો શેપ આપી દો.
 7. હવે આ ક્રોકએટસ ને મેંદા ની સ્લરી માં બોડી વેર્મીસેલી સેવ ના ટુકડાઓ માં રગદોળી ફરી થી ફ્રીઝ માં મૂકી દો 1/2 કલાક માટે.
 8. હવે ગરમ ગરમ તેલ માં આ ક્રોકએટસ ને તડી લ્યો અને સ્પાઈસી કેચપ જોડે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર