હોમ પેજ / રેસિપી / રગડા પાવ

Photo of Ragda Pav by Anjali Kataria at BetterButter
909
6
0.0(0)
0

રગડા પાવ

Mar-15-2019
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પાવ રેસીપી વિશે

રગડા પાવ એ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને મુંબઈ માં ખુબ જ વખણાઈ છે. ડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાવ અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મહારાષ્ટ્ર
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ લીલા તાજા વટાણા
  2. ૨ બાફી ને છુંદેલા બટેટા
  3. ૧ કપ પલાળેલી આંબલી
  4. ૩-૪ મોટી ચમચી તેલ
  5. ૧/૨ મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. ૧ મોટી ચમચી લસણની પેસ્ટ
  7. ચપટી હિંગ
  8. ચપટી મરી પાવડર
  9. ૧/૨ નાની ચમચી હળદર
  10. ૧ નાની ચમચી લાલ મરચુ પાઉડર
  11. ૧ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  12. ૧/૪ કપ ગોળ
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. ૧ કપ તળેલા શીંગ ના દાણા
  15. ૧ કપ સેવ
  16. ૧ કપ બારીક સમારેલા કાંદા
  17. ગાર્નિશ કરવા માટે કોથમીર
  18. ૫-૬ પાવ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક કુકર માં ૩-૪ ગ્લાસ પાણી નાખી ને લીલા વટાણા બાફવા મૂકો.
  2. ૧ સિટી વગાડી લો.
  3. વટાણા લીલા હોવાથી એક સિટી વગાડી છે, જો સૂકા વટાણા હોય તો વટાણા ને આખી રાત પલાળી રાખવા અને ૩-૪ સિટી વગાડવી.
  4. હવે વટાણા ને કુકર માંથી કાઢી ઠંડા પાડવા દો.
  5. પલાળેલી આંબલી માંથી ઠડિયા છૂટા પાડી લો.
  6. મિશ્રણ ને બરાબર ગાળી લો અને જરૂર પડે તો અડધો કપ પાણી ઉમેરો.
  7. બાફેલા બટાકા નો છૂંદો કરી લો અને એક તરફ મૂકો.
  8. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  9. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો.
  10. આદુ મરચા ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાખો.
  11. બરાબર સાંતળી લો.
  12. હવે તેમાં આંબલી નું પાણી ઉમેરો.
  13. લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, મીઠું, મરી પાવડર નાખી ને મિક્સ કરી લો.
  14. ત્યાર બાદ ગોળ ઉમેરો.
  15. ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.
  16. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરો.
  17. ૨-૩ મિનિટ સુધી ખદખદવા દો.
  18. ત્યાર બાદ તેમા બટેટા નું ખમણ ઉમેરો.
  19. રગડો ઘાટો થાય ત્યાં સુધી ઉકાળો.
  20. ત્યાર બાદ ગેસ બંધ કરી દો.
  21. એક બાઉલ માં રગડો કાઢી ને તેના પર કોથમીર ભભરાવો.
  22. શીંગ ના દાણા ને તળી ને તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લો.
  23. કાંદા ને બારીક કાપી લો.
  24. હવે સર્વ કરવા ની ડિશ માં પાવ ના નાના ટુકડા નાખો.
  25. તેમાં ઉપર રગડો નાંખી, સેવ, કાંદા, શીંગ ના દાણા અને કોથમીર વડે ગાર્નિશ કરો.
  26. ગરમા ગરમ રગડા પાવ પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર