હોમ પેજ / રેસિપી / સેંડવિચ ઇદડા

Photo of Sandwich idada by Bijal Thaker at BetterButter
995
4
0.0(0)
0

સેંડવિચ ઇદડા

Mar-16-2019
Bijal Thaker
960 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેંડવિચ ઇદડા રેસીપી વિશે

ઇદડા એ પ્રચલિત અને પ્રિય એવું ફરસાણ છે. ઝડપથી બની જાય અને સુપાચ્ય

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા 2 વાટકી
  2. અડદ ની દાળ 1 વાટકી
  3. દહીં 4 ચમચી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ખાવાનો સોડા 1/4 ચમચી
  6. કોથમીર ની લીલી ચટણી 1 વાટકી
  7. આદુ-મરચા-લસણ ની પેસ્ટ 1 ચમચી
  8. રાઇ 1 ચમચી
  9. જીરૂ 1 ચમચી
  10. 4 લીલા મરચાં ના ટુકડા
  11. કોથમીર 2 ચમચી
  12. તલ 2 ચમચી

સૂચનાઓ

  1. ચોખા અને અડદ ની દાળ ને અલગ અલગ 8 કલાક પલાળી રાખો. પાણી જરૂર મુજબ લઇ વાટી લો.
  2. ખીરું તૈયાર કરવા વાટેલા મિશ્રણ માં દહીં ઉમેરી 6 કલાક માટે આથો લાવવા મૂકી દો.
  3. ખીરા માં આદુ-મરચા-લસણ ની પેસ્ટ, મીઠું, ચપટી ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવી લો. ડીસ માં લઇને મિશ્રણ પાથરી વરાળથી 2 મીનીટ માટે બાફી લો. પછી તેની ઉપર લીલી ચટણી પાથરી ફરી ખીરું પાથરી ફરીથી વરાળથી બાફવા મૂકી દો. 10-12 મીનીટ માં તૈયાર થઇ જાય છે. બાફી લો. થોડુ ઠંડુ પડે એટલે ટુકડા કરી લો.
  4. કડાઈ માં તેલ મૂકી રાઈ, જીરૂ ઉમેરી ખીલે એટલે મરચાં, તલ, કોથમીર ઉમેરી મિક્સ કરી ઇદડા ઉમેરી દો. હલાવી લો. ગરમાગરમ ઇદડા માણો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર