BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી

Photo of BAKED BHAJI WITH MINT KODRI by Deepa Rupani at BetterButter
0
3
0(0)
0

બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી

Mar-16-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી રેસીપી વિશે

ભાજી પાઉં કે પાઉં ભાજી એ આપણા દેશ નું સર્વત્ર મળતું સ્ટ્રીટ ફૂડ છે. પાઉં ભાજી માંથી પાઉં કેન્સલ કરી કોદરી ઉમેરી મેં એક નવી વાનગી બનાવી છે. જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • બેકિંગ
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કોદરી
  2. 1/2 કપ ફુદીનો( ઝીણો સુધારેલો)
  3. 1 કપ બાફેલા અને મસડેલા મિક્સ શાક
  4. 1/4 કપ બાફેલા વટાણા
  5. 2 ડુંગળી
  6. 6-8 કળી લસણ
  7. 3 ટામેટા
  8. 1 ચમચો ભાજી પાઉં મસાલા અથવા ગરમ મસાલો
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/4 ચમચી હળદર
  11. 3 ચમચા તેલ/માખણ
  12. 4 ચમચા ખમણેલું ચીઝ
  13. 1 લીંબુ નો રસ
  14. 1 ચમચો કાજુ ના ટુકડા
  15. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. કોદરી ને ધોઈ 3 ગણું પાણી અને મીઠું નાખી 3 સીટી માટે કુકર માં બાફી લો. ઠંડી થવા દો.
  2. ડુંગળી લસણ ને ઝીણા સુધારી લો. ટામેટા ને પણ ઝીણા સુધારી લો.
  3. હવે તેલ કે માખણ ગરમ મૂકી લસણ ડુંગળી ને વધારો. ગુલાબી સંતળાય એટલે ટામેટા નાખો. ટામેટા સંતળાય ને તેલ ફૂટે એટલે, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બે મિનિટ પછી બાફેલા શાક ભાજી નાખી સરખું મિક્સ કરો. કાજુ ના ટુકડા તથા વટાણા અને મીઠું પણ નાખી દો. થોડું પાણી નાખી ચડવા દો. લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરો.
  4. કોદરી ને હાથ થી છુટ્ટી કરી તેમાં સુધારેલો ફુદીનો નાખી ને મિક્સ કરી લો.
  5. હવે એક બેકિંગ ટ્રે માં કોદરી તથા ભાજી ના લેયર કરી સૌથી ઉપર ચીઝ પાથરી, ચીઝ બેક થાય ત્યાં સુધી બેક કરી લો. આશરે 10 મિનિટ 250℃ પર બેક કરો.
  6. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર