BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દાબેલી

Photo of Dabeli by Bharti Khatri at BetterButter
2
9
0(0)
0

દાબેલી

Mar-18-2019
Bharti Khatri
25 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી રેસીપી વિશે

દાબેલી કચ્છ ની ખુબ જ વખણાય છે. અને તે બાટાકા બાફી તેમા શેકેલી સીંગ, લાલ મરચુ પાઉડર, કોથમીર, દાડમ ના દાણા આંબલી ની ચટણી,ખાંડ, મરી પાઉડર, ગરમ મસાલો બધુ મિક્સ કરી આંબલી ની ચટણી અને લસણ ની ચટણી બન(પાઉં) મા લગાવી અને બટાકા નો તૈયાર કરેલ મસાલો ભરી અને સેવ બન ની આજુબાજુ લગાવી આંબલી ની ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસવુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧૦ નંગ પાંઉ (બન)
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ૧૫૦ ગ્રામ શેકેલી મોળી સીંગ
  4. ૧.૫ ચમચી મરી પાઉડર
  5. ૧/૨ ચમચી તજ પાઉડર
  6. ૧ ચમચી બુરુ ખાંડ
  7. ૧ ચમચો તલ નો ભૂકો
  8. ૧ ચમચી વરિયાળી
  9. ૨ ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર
  10. ૧ ચમચી ગરમ મસાલો
  11. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  12. ૨ ચમચા ખાંડ
  13. ૬ થી ૭ લીલા મરચા
  14. ૨ ચમચા ઝીણી કાપેલી કોથમીર
  15. ૧ બાઉલ દાડમદાણા
  16. ૨૦૦ ગ્રામ ઝીણી સેવ
  17. મીંઠુ સ્વાદમુજબ
  18. ખજુર આંબલી ની ચટણી માટે ની સામગ્રી :-
  19. ૨૦૦ ગ્રામ ખજૂર
  20. ૧ ચમચો આંબલી
  21. ૧ કપ ગોળ
  22. ૨ ચમચી ધાણાજીરુ પાઉડર
  23. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  24. મીંઠુ સ્વાદમુજબ
  25. લસણ ની ચટણી માટે ની સામગ્રી :-
  26. ૨૦ થી ૨૫ કળી લસણ
  27. ૩ થી ૪ લવિંગ
  28. ૧ નાનો ટુકડો તજ
  29. ૭ થી ૮ મરી
  30. ૧ ચમચી જીરુ
  31. ૩ ચમચી લાલ મરચુ પાઉડર
  32. નાનો ટૂકડો ગોળ
  33. મીંઠુ સ્વાદમુજબ
  34. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. પહેલા તૈયાર મોળી સીંગ ને અડધા ફાડા રહે તેમ ખાંડવી. હવે થોડુંક તેલ ગરમ કરી તેમા મીંઠુ, લાલ મરચુ પાઉડર, મરી પાઉડર, તજ પાઉડર અને બુરુ ખાંડ નાખી સહેજ સાંતળવુ. મસાલા સીંગ તૈયાર.
  2. કૂકર મા બટાકા મીંઠુ નાખી બાફવા મુકવા. ત્યા સુધી ખજૂર આંબલી ની ચટણી અને લસણ ની ચટણી તૈયાર કરી લેવી.
  3. ખજુર આંબલી ની ચટણી :- હવે આંબલી ની ચટણી બનાવવા માટે કુકર મા આંબલી, ખજૂર ના ઠળિયા કાઢી ને ખજૂર, ગોળ, લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર અને મીંઠુ નાખી તેમા ૧/૨ ગ્લાસ પાણી નાખીને બાફવા મુકવુ.
  4. હવે બફાઈ જાય એટલે તેને મિક્સર મા પીસી લેવુ અને ગળણી થી ગાળી લેવુ આપણી જરૂરીયાત મુજબ પાણી ઉમેરી ચટણી જાડી પાતળી રાખવી. ખજૂર આંબલી ની ચટણી તૈયાર છે
  5. લસણ ની ચટણી :- પહેલા ખાયણી મા લવિંગ, મરી,તજ અને જીરુ પીસી લેવુ હવે તેમા લસણ, લાલ મરચુ પાઉડર અને મીંઠુ નાખી ને બરાબર પીસી લેવુ.
  6. હવે તેમા ગોળ અને તેલ નાખી બરાબર મિક્સ કરી ધીમી આંચ પર સહેજ વાર શેકી લેવી. તૈયાર છે લસણની ચટણી.
  7. દાબેલી માટે :- હવે બટાકા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી નાખવા.
  8. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા બટાકા ઝીણા કાપેલા નાખવા ૨ થી ૩ મિનિટ શેકાવા દઇ તેમા ખાંડ, લાલ મરચુ પાઉડર, લીલામરચા વાટી ને ગરમ મસાલો, તલ નો ભૂકો, વરિયાળી, મસાલા સીંગ ખજૂર આંબલી ની ચટણી, થોડી લસણ ની ચટણી અને કોથમીર બધો મસાલો કરી તવેતા થી બરાબર હલાવી મિક્સ કરવુ.
  9. બટાકા નુ મિશ્રણ થોડુ ઢીલુ રાખવુ.
  10. હવે બન (પાંઉ) લઇ તેમા કાપો કરી અંદર બન્ને ભાગ મા એક બાજુ ખજૂર આંબલી ની ચટણી અને બીજા ભાગ મા લસણ ની ચટણી લગાવી લેવી જેવુ તીખુ ખાતા હોય તે પ્રમાણે હવે વચ્ચે બટાકા નુ મિશ્રણ મુકવુ અને તેના પર દાડમદાણા મસાલા સીંગ થોડી મુકવી.
  11. હવે દાબેલી બંધ કરી સહેજ તવી પર તેલ મૂકી શેકી લઈ સહેજ હાથ થી દબાવી આજુબાજુ ઝીણી સેવ લગાવી ટોમેટો કેચપ અને ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમા ગરમ પીરસવી.
  12. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી દાબેલી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર