હોમ પેજ / રેસિપી / પાવ ભાજી

Photo of Pav Bhaji by Anjali Kataria at BetterButter
835
6
0.0(0)
0

પાવ ભાજી

Mar-18-2019
Anjali Kataria
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાવ ભાજી રેસીપી વિશે

મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાવ ભાજી. પાવ ભાજી અથવા ભાજી પાવ એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાવ ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાવ સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૩ બારીક સમારેલા રીંગણા
  2. ૨ બારીક સમારેલા બટેટા
  3. ૨ બારીક સમારેલા કાંદા
  4. ૩-૪ બારીક સમારેલ ભીંડો
  5. ૧/૩ કપ બારીક સમારેલ ગુવાર
  6. ૧/૩ કપ બારીક સમારેલ ચોળી
  7. ૧/૨ કપ બારીક સમારેલ ફૂલેવર
  8. ૧/૨ કપ લીલા વટાણા
  9. ૧ કપ તેલ
  10. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  11. ૨-૪ ટામેટા ની પ્યુરી
  12. ૧ ચમચો લસણ ની ચટણી
  13. ૧/૨ નાની ચમચી હળદર
  14. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  15. ૧ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  16. ૨ મોટી ચમચી પાવ ભાજી મસાલા
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૩-૪ મોટી ચમચી લીંબુ નો રસ
  19. કોથમીર ગાર્નિશ કરવા માટે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક પ્રેશર કુકર લો.
  2. તેમાં બારીક સમારેલા રીંગણા, બટેટા, ચોળી, ફૂલેવર, ગુવાર અને વટાણા નાખો.
  3. ૨-૩ કપ પાણી (જરુર મુજબ) નાખી ને કુકર ની મિડિયમ તાપે ૩ સિટી વગાડી લો.
  4. હવે એક એલ્યુમિનયમ ની કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.
  5. તેલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલ ભીંડો નાખો.
  6. તથા આદુ મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળી લો.
  7. ત્યાર બાદ તેમાં બારીક સમારેલાં કાંદા નાખો.
  8. કાંદા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સાંતળો.
  9. હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો.
  10. બરાબર મિક્સ કરી ને ૨-૪ મિનિટ સુધી ઉકળવા દો.
  11. વચ્ચે કુકર ખોલી ને બફાયેલા શાક ને પોટેટો મેશર વડે છૂંદી લો.
  12. હવે મિશ્રણ માં લસણ ની ચટણી ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
  13. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાઉડર નાખી ને મિક્સ કરો.
  14. લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરો.
  15. મિશ્રણ ને ૨ મિનિટ સુધી પાકવા દો.
  16. હવે તેમાં બફાયેલ શાક ઉમેરી ને મિક્સ કરી લો.
  17. ૨ મિનિટ સુધી પાકવા દો.
  18. ત્યાર બાદ પાવ ભાજી મસાલો ઉમેરી અને મિક્સ કરી ને ગેસ બંધ કરી દો.
  19. ઉપર થી કોથમીર ભભરાવો
  20. ભાજી ને ગરમા ગરમ બટર માં શેકેલા પાવ, સલાડ, પાપડ અને છાસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર