હોમ પેજ / રેસિપી / ચાઇનીઝ ઢોસા

Photo of Chinese dosa by Rupa Thaker at BetterButter
833
7
0.0(0)
0

ચાઇનીઝ ઢોસા

Mar-18-2019
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઇનીઝ ઢોસા રેસીપી વિશે

હૈદરાબાદ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • હૈદરાબાદી
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨ વાટકા ચોખા
  2. ૧ વાટકો અડદ ની દાળ
  3. ૧/૨ વાટકો ચણાની દાળ
  4. ૧ ચમચી આખી મેથી
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. રાઈસ નુડલ્સ એક વાટકો
  7. ૧ ખમણેલું ગાજર
  8. ૧ ડુંગળી
  9. ૧ નાનુ કેપ્સીકમ
  10. ૧/૨ વાટકી ઝીણી સમારેલી કોબી
  11. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  12. ૨ ચમચી તેલ
  13. ૧ ચમચી વીનેગર
  14. ૧ ચમચી સોયા સોસ
  15. ૨ ચમચી સેઝવાન સોસ
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. નુડલ્સ બાફવા માટે જરુર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌથી પહેલા ચોખા, બન્ને દાળ અને મેથી ને ૨-૩ પાણી થી ધોઈ ૭-૮ કલાક સુધી પલાળવા
  2. પછી મિક્સરમાં પીસવુ ૩-૪ કલાક સુધી મીઠુ નાખી રાખી મુકવું,
  3. જરુર પ્રમાણે પાણી લઈ નુડલ્સ બાફવા
  4. પછી નુડલ્સ બનાવા માટે લોયા મા તેલ મુકવું, તેલ ગરમ થાય એટલે ફાસ્ટ ગેસ રાખી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી,પછી બધા શાક, નુડલ્સ અને બધા સોસ નાખવા પછી મીઠુ ઉમેરવુ હલાવવું
  5. પછી ઢોસા ના બેટરને થોડુ પાતળુું કરવુ જેથી ઢોસા પાતળા થાય, નોન સ્ટીક પેન ગરમ થાય એટલે તેમાં એક/દોઢ ચમચો ઢોસા નુ બેટર પેન પર મુકી ચમચા થી ગોળ ગોળ ફેરવી ઢોસા બનાવી તેના પર બટર અને ૧/૩ ચમચી સેઝવાન સોસ નાખવો.
  6. પછી બનેલા નુડલ્સ બે ત્રણ ચમચી જેટલા લઈ વચ્ચે રોલ કરવુ
  7. ઢોસા ને રોલ કરી વચ્ચે કટ કરી ગરમાગરમ ઢોસા ને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર