Photo of ghughra by jasmita parsana at BetterButter
548
6
0.0(0)
0

ઘૂઘરા

Mar-19-2019
jasmita parsana
30 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘૂઘરા રેસીપી વિશે

આ રેિસપિ ખૂબ જ લોકપ્રિય છે. નાના મોટા બધાને પસંદ આવે તેવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 ચમચી તેલ વઘાર માટે
  2. 1 કપ બાફેલા બટેટા
  3. 1/4 કપ બાફેલા વટાણા
  4. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. 2 ચમચી તેલ
  6. 1 ચમચી જીરુ
  7. 1 ચમચી હળદર
  8. 1/2 ચમચી ઘાણાજીરુ
  9. 1 1/2 ચમચી લાલ મરચું
  10. 1 ચમચી ગરમ મસાલો
  11. મીઠું
  12. 1 ચમચી ચાટ મસાલો
  13. કણક માટે
  14. 2 કપ મૈદો
  15. 1/4 કપ તેલ
  16. મીઠું
  17. તળવા માટે તેલ
  18. ચપટી અજમો
  19. વધારા ની સામગ્રી
  20. ગળી ચટણી
  21. લીલી ચટણી
  22. લાલ ચટણી
  23. સુધારેલા ટમેટા
  24. સુધારેલા કાંદા
  25. મસાલા શિંગ
  26. કોથમીર

સૂચનાઓ

  1. સૌપથમ કડાઇ મા તેલ ગરમ કરી જીરુ ઊમેરી , બટાકા, વટાણા અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળો.
  2. હવે તેમાં હળદર, લાલ મરચાં પાવડર, ધાણાજીરુ, ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર હલાવો.
  3. ગેસ બંધ કરી તૈયાર મસાલો ઠંડો કરવા મૂકો.
  4. બીજા વાસણમાં લોટની સામગ્રી લઇ, મિડીયમ લોટ બાંધો.
  5. હવે નાના લૂવા લઈ તેની પૂરી વણી બટેટાનો માવો ભરી ઘૂઘરા નો આકાર આપો.
  6. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરો.
  7. હવે તેને ગરમ તેલ મા ઘીમાં તાપે તળો.
  8. તળેલા ઘૂઘરા ઉપર લાલ ચટણી, લીલી ચટણી, ગળી ચટણી, ડુંગળી, ટમેટાં અને મસાલા શીંગ નાંખી ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર