હોમ પેજ / રેસિપી / મસાલા ચા અને બટાકા ના ભજીયા

Photo of Masala Tea with Aloo pakoda by DrNehal Shah at BetterButter
669
3
0.0(0)
0

મસાલા ચા અને બટાકા ના ભજીયા

Mar-19-2019
DrNehal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ચા અને બટાકા ના ભજીયા રેસીપી વિશે

ચા ખૂબ જ લોકપ્રિય પીણું છે. અને જો વરસાદ ની ઋતુમાં તેની સાથે ગરમાગરમ બટાકા ના ભજીયા હોય તો તેની મજા પડી જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • તળવું
  • ગરમ પીણાં
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ચા માટેની સામગ્રી :-
  2. 150 મિલી. - દૂધ
  3. 50- પાણી
  4. ખાંડ - 2 મોટી ચમચી
  5. ચા પત્તી - 2 નાની ચમચી
  6. ચા નો મસાલો - 1 નાની ચમચી
  7. બટાકા ના ભજીયા ની સામગ્રી :-
  8. બટાકા - 2 નંગ (મધ્યમ)
  9. ચણાનો લોટ - 100 ગ્રામ
  10. ચોખા નો લોટ - 2 મોટી ચમચી
  11. અજમો- 1 નાની ચમચી
  12. લાલ મરચું પાઉડર - 1 નાની ચમચી
  13. હળદર - 1/2 નાની ચમચી
  14. મીઠું - 1 નાની ચમચી
  15. બેકિંગ સોડા - 1/4 નાની ચમચી
  16. પાણી - 1/2 કપ
  17. તેલ- 1 નાની ચમચી અને તળવા માટે
  18. કોથમીર - 1 મોટી ચમચી( સમારેલી)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલીમાં પાણી અને ચા પત્તી સાથે ઉકાળવા માટે ગેસ પર મૂકો.
  2. હવે તેમાં દૂધ, ખાંડ અને ચા નો મસાલો ઉમેરી મિશ્રણ ને 5-7 મિનિટ બરાબર ઉકાળો. હવે ગેસ પર થી ઉતારી લો અને તેને ગરણીથી ગાળીને ચા ની કીટલી માં ભરી લો.
  3. હવે બટાકાની છાલ ઉતારી, ધોઈને ગોળ પીતાં આકાર ના સમારી એક બાઉલમાં મીઠું નાખેલા પાણીમાં મૂકી રાખો.
  4. બીજા એક બાઉલમાં ચણાનો લોટ, ચોખા નો લોટ, અજમો, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર નાખી ધીમે ધીમે પાણી ઉમેરી સહેજ પાતળું ખીરું તૈયાર કરો.
  5. હવે એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરો. તેલ સહેજ ગરમ થાય એટલે તેમાંથી 1 નાની ચમચી તેલ લો.
  6. ખીરા માં બેકિંગ પાવડર ઉમેરી તેની ઉપર ગરમ તેલ નાખી ને ખીરું બરાબર મિક્સ કરો. તેમાં સમારેલી કોથમીર ઉમરી મિક્સ કરો.
  7. હવે બટાકાના ગોળ સ્લાઇસ ને પાણીમાંથી બહાર કાઢી ખીરામાં બોળી ને ગરમ તેલમાં મધ્યમ તાપ પર તળી લો.
  8. ગરમાગરમ મસાલા ચા અને બટાકા ના ભજીયા સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર