હોમ પેજ / રેસિપી / અમૃતસરી છોલે ભટુરે

Photo of Amritsari chole bhature by Harsha Israni at BetterButter
582
10
0.0(0)
0

અમૃતસરી છોલે ભટુરે

Mar-19-2019
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમૃતસરી છોલે ભટુરે રેસીપી વિશે

આ ડીશ પંજાબની ફેમસ છે.આ ડીશમાં છોલા બાફતી વખતે તેમાં ચા પતી,તમાલ પત્ર ,ઈલાઈચી જેવા આખા મસાલા ઉમેર્યા છે જેથી છોલાનું શાકનો રંગ સહેજ કાળો જ રહે છે અને ટેસ્ટી પણ ખૂબ જ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મોટા ગુલાબી ચણા (છોલા)
  2. ૨ ચમચી ચા પત્તી
  3. મીઠું જરુર મુજબ(બાફવા માટે)
  4. ૨ પત્તા તમાલપત્ર
  5. ૨-૩ નંગ નાની ઈલાયચી
  6. ૧ ટુકડો તજ
  7. ૨ નંગ મોટી ઈલાયચી
  8. ૨-૩ નંગ લવીંગ
  9. ૧/૨ ટી-સ્પૂન સોડા
  10. ગ્રેવી માટે-
  11. ૨ ચમચા તેલ
  12. ૨-૩ નંગ ડુંગળી
  13. ૨-૩ નંગ ટામેટા
  14. ૧ ટી-સ્પૂન અનારદાના પાવડર
  15. ૧ ટી-સ્પૂન આમચુર પાવડર
  16. ૧/૨ ટી-સ્પૂન હળદર
  17. ૧ ટી-સ્પૂન લાલ મરચુ
  18. ૧ ટી-સ્પૂન ધાણા પાવડર
  19. ૧ટી-સ્પૂન ગરમ મસાલો
  20. ૧ ટી સ્પૂન કસૂરી મેથી પાવડર
  21. મીઠું સ્વાદ મુજબ
  22. વગાર માટે-
  23. ૨ ટેબલ સ્પૂન તેલ
  24. ૩-૪ કળી લસણ (ઝીણું સમારેલુ)
  25. ૩-૪ નંગ લીલા મરચા
  26. ૧/૨ ટી-સ્પૂન લાલ મરચું
  27. ૧ ટી-સ્પૂન શેકેલું જીરું પાવડર
  28. સજાવવા માટે- કોથમીર
  29. ભટુરા માટે-
  30. ૨ કપ મેંદો
  31. ૧/૪ કપ રવો
  32. મીઠું પ્રમાણસર
  33. ૧ ટેબલસ્પૂન દહીં
  34. તળવા માટે -તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ છોલાને રાત્રે અથવા ૬-૭ કલાક પાણીમાં પલાળી દો.એક મલમલના કપડામાં ચા પત્તી નાખી પોટલી બનાવી દો.એક કૂકરમાં છોલા ,ચા પત્તીવાળી પોટલી,તજ,તમાલપત્ર,ઈલાઈચી,મોટી ઈલાયચી,લવીંગ,સોડા ,મીઠુ અને ૨ કપ પાણી ઉમેરી ૩-૪ સીટી વગાડો.ત્યાર બાદ છોલાને અને ચા વાળા પાણી ને અલગ કરી દો.{ચા પત્તીવાળા પાણીને ગ્રેવીમાં નાખવાથી છોલાના શાકનુ રંગ સારો આવે છે.}
  2. કાથરોટમાં મેંદો,રવો,મીઠું,દહીં મીકસ કરી પાણી વડે નરમ લોટ બાંધી લો.તૈયાર કણકને બે કલાક ઢાંકીને મૂકી દો.
  3. ડુંગળી અને ટામેટાને મીકસરના જારમાં અલગ -અલગ પીસીને પેસ્ટ બનાવી દો.એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળીની પેસ્ટ સાતંળો.પછી ટામેટાની પેસ્ટ સાતંળો ,ત્યાર બાદ મીઠું,મરચુ,હળદર,અનારદાના પાવડર,ધાણા પાવડર,ગરમ મસાલો,આમચૂર પાવડર ઉમેરી પાંચ મિનિટ સાતંળો .તૈયાર છે ગ્રેવી .
  4. તૈયાર થયેલી ગ્રેવીમાં છોલા ઉમેરી સાતંળો , ચમચા વડે જ થોડા છોલાને દબાવી દો અને ચા પત્તીવાળુ પાણી જરુર મુજબ ઉમેરી રસો બનાવી દો.પાંચ મિનિટ માટે ધીમી આંચે છોલાને પકાવી છેલ્લે કસૂરી મેથી પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો.
  5. એક વગારીયામાં તેલ લઈ લસણ,લાલ મરચુ,જીરુ પાવડર અને લીલા મરચા ઉમેરી તૈયાર કરેલા છોલાના શાક પર વગાર નાખો.
  6. બાંધેલા કણકમાંથી લુઆ કરીને તેમાંથી મોટી રોટલી વણીને ગરમ તેલમાં તેજ આંચે આછા સોનેરી રંગના બન્ને બાજુ તળી લો ,આવી રીતે બધા જ ભટુરા બનાવી લો.
  7. તૈયાર છોલાને કોથમીરથી સજાવીને ભટુરા સાથે ગરમ -ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર