હોમ પેજ / રેસિપી / વેજ. તડકા પાસ્તા વિથ ચીઝ ( ઇન્ડિયન સ્ટાઈલ)

Photo of Veg. Tadka pasta with cheese ( indian style) by Disha Chavda at BetterButter
921
4
0.0(0)
0

વેજ. તડકા પાસ્તા વિથ ચીઝ ( ઇન્ડિયન સ્ટાઈલ)

Mar-20-2019
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ. તડકા પાસ્તા વિથ ચીઝ ( ઇન્ડિયન સ્ટાઈલ) રેસીપી વિશે

ઇન્ડિયન ફ્લેવર્સ આપી ને આ પાસ્તા તૈયાર કર્યા છે. રૂટીન પાસ્તા થી એકદમ અલગ ટેસ્ટ છે. પાસ્તા નું આ ફ્યુઝન ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ પાસ્તા
  2. ૩ ચમચી બટર
  3. ૧ નંગ ડુંગળી સમારેલી
  4. ૧ નંગ કેપ્સિકમ સમારેલું
  5. ૨ નંગ ટામેટા સમારેલાં
  6. ૧ નંગ ગાજર સમારેલું
  7. ૧/૨ કપ વટાણા
  8. ૩ ચમચા લસણ ની ચટણી
  9. ૩ પેકેટ મેગી મેજિક મસાલા
  10. ૩ ચમચી પાવ ભાજી મસાલો
  11. ૧૦૦ ગ્રામ ચીઝ ખમણેલું
  12. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. પાસ્તા ને ઉકળતાં પાણી માં નાખી ને બાફવા મૂકવા. તેમાં મીઠું અને તેલ નાખવું જેથી પાસ્તા ચોંટી ન જાય.
  2. પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી એક પેન માં ૨ચમચી બટર મૂકી લસણ ની ચટણી નાખવી. ડુંગળી, વટાણા અને ગાજર નાખી કુક કરવું. ત્યાર બાદ તેમાં ૨ ચમચી પાવ ભાજી મસાલો, ટામેટાં અને કેપ્સિકમ નાખી દેવું.
  3. પાસ્તા જો બોયલ થઈ ગયા હોય તો તેમાંથી વધારા નું પાણી કાઢી સહેજ પાણી રેહવા દેવું. પાસ્તા માં મેગી મેજિક મસાલા નાખી ને મીક્સ કરવું.
  4. વેજીટેબલ કુક થઈ જાય એટલે તેમાં પાસ્તા નાખી મીઠું નાખી સરખું મિક્સ કરી દેવું. ચીઝ નાખી હલાવી મિક્સ કરી દેવું. અહી હું ચીઝ થોડું ઓછું વાપરી રહી છું કારણ કે પાસ્તા નો સ્પાયસિ ટેસ્ટ બની રહે. ૧ ચમચી બટર ગરમ કરી તેમાં થોડો પાવ ભાજી મસાલો નાખી પાસ્તા માં નાખવું. પાસ્તા તૈયાર. ગરમ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર