હોમ પેજ / રેસિપી / Mutter and wheat pudina kulcha

Photo of Mutter and wheat pudina kulcha by Disha Chavda at BetterButter
1403
6
0.0(0)
0

Mutter and wheat pudina kulcha

Mar-20-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઉત્તર ભારતીય
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. કુલચા માટે
  2. ૩ કપ ઘઉં નો લોટ
  3. ૧ વાટકી દહીં
  4. ૧ ચમચી અજમો
  5. ૧ ચમચી કલોંજી
  6. ૨ થી ૩ ચમચી તેલ મોણ માટે
  7. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  8. ૧/૨ ચમચી ઇનો
  9. મટર માટે
  10. ૨ કપ સફેદ વટાણા
  11. ૩ નંગ ડુંગળી લાંબી સમારેલી
  12. ૩ થી ૪ નંગ ટામેટા
  13. ૧ ચમચી અજમો
  14. ૫ ચમચી તેલ (વઘાર માટે)
  15. ૩ ચમચી લસણ ની ચટણી
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૩ ચમચી લાલ મરચું
  18. ૧ ચમચી હળદર
  19. ૧ ચમચી ધાણજીરૂ
  20. ૨ ચમચી ગરમ મસાલો
  21. ચટણી બનાવવા
  22. ૧૦ થી ૧૫ કળી લસણ
  23. ૧ મોટો ટૂકડો આદુ
  24. ૧ ચમચી અજમો
  25. ૨ ચમચી લાલ મરચું
  26. મીઠું સ્વાદાનુસાર
  27. ૫ થી ૬ કાળાં મરી
  28. ૩ થી ૪ લવિંગ
  29. ૧ ટુકડો તજ

સૂચનાઓ

  1. ઘઉં લોટ માં મીઠું, તેલ, અજમો, કલોનજી,બેકિંગ પાઉડર, ઇનો અને દહી નાખી લોટ બાંધવો. આ લોટ કુલચા બનાવવા નાં ૬ થી ૭ કલાક પેહલાં બાંધવો.
  2. લોટ ને બાંધી ને ઢાંકવું.
  3. સફેદ વટાણા ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી રાખવા. ત્યાર બાદ તેને બાફી લેવા.
  4. મિક્સર જાર નાં લસણ, આદું, લીલું મરચું, લાલ મરચું, મીઠું, તજ, લવિંગ મરી નાખી ક્રશ કરી દેવું.
  5. લસણ ની ચટણી તૈયાર.
  6. પેન માં તેલ મૂકી તેમાં અજમો નાખી લસણ ની ચટણી નાખી કાંદા નાખવા. કાંદા શેકાઈ જાય એટલે ટામેટાં નાખી ચડવા દેવું. ત્યાર બાદ બધા મસાલા નાખી શેકવું. શેકાઈ ગયા બાદ વટાણા નાખી હળવા હાથે મીક્સ કરવું. જેથી વટાણા નો છૂંદો નાં થઈ જાય. મીઠું અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
  7. આ રીતે શેકાવા દેવું.
  8. મટર તૈયાર.
  9. કૂલચા નો લોટ સરખો મસળી લેવો. ત્યાર બાદ તેને વણી ને તેના પર ફુદીના નાં પાન સમારેલાં લગાવી ફરી વણી લેવુ. ફૂલચા ની એક બાજુ પાણી લગાવી પાણી વાળો ભાગ તવી પર મૂકવો. એક બાજુ ચડી જાય એટલે તવી ઊંઘી કરી કુલ્ચા શેકી લેવા. બટર કે ઘી લગાવી સર્વ કરવું.
  10. એક બાજુ કુક થાય ત્યારે આવું દેખાશે.
  11. આ રીતે ઊંધું કરી શેકવું.
  12. આ રીતે શેકવું.
  13. મટર કુલચા તૈયાર.
  14. ગરમ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર