હોમ પેજ / રેસિપી / અક્કી રોટી

Photo of AKKI ROTI( RICE FLAT BREAD) by Deepa Rupani at BetterButter
833
5
0.0(0)
0

અક્કી રોટી

Mar-20-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અક્કી રોટી રેસીપી વિશે

અક્કી રોટી એ ચોખા ના લોટ માંથી બનતી રોટી છે જે કર્ણાટક ના લોકો નાસ્તા તથા ભોજન માં લે છે. સવાર ના નાસ્તા માટે તથા ત્યાં નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે મુખ્યત્વે નારિયેળની ચટણી સાથે પીરસાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • કર્નાટકા
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા નો લોટ
  2. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  3. 1 ખમણેલું ગાજર
  4. 1 ચમચો મરચાં- આદુ વાટેલા
  5. 1 ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  6. 1 ચમચી જીરું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. શેકવા માટે તેલ

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં બધી સામગ્રી નાખી, હાથ વડે સારી રીતે ભેળવી લો.
  2. પાણી નાખી નરમ લોટ બાંધી લો.
  3. હવે પાટલા પર પ્લાસ્ટિક પાથરી, ભીનું કરી, હાથ ભીનો કરી, લોટ લઈ ને રોટી ને થેપી ને તૈયાર કરો. વચ્ચે હાથ વડે કાણા કરવા જેથી તેલ સારી રીતે પ્રસરે. થેપતા ના ફાવે તો થોડો કડક લોટ રાખી, બે પ્લાસ્ટિક વચ્ચે રાખી વેલણ થી સાચવી ને વણી શકાય.
  4. હવે સાચવી ને ગરમ અને તેલ ચોપડેલી નોન સ્ટિક તવી પર રોટી ને નાખો. કાણાં માં તથા ફરતે તેલ નાખો
  5. બંને બાજુ થી સરખી રીતે સેકી લો.
  6. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર