હોમ પેજ / રેસિપી / ઝાંઝીબાર મિક્સ

Photo of zazibar mix by Kalpana Parmar at BetterButter
265
3
0.0(0)
0

ઝાંઝીબાર મિક્સ

Mar-22-2019
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝાંઝીબાર મિક્સ રેસીપી વિશે

આ ઇસ્ટ આફ્રિકા નું સ્ટ્રીટ ફૂડ છે જેને ઝાંઝીબાર મિક્સ તરીકે ઓળખાય છે અને જેમ આપણે પાણીપુરી કે રગડા પેટિસ ખાતા હોય છે તેમ ત્યાં બધે ઝાંઝીબાર મિક્સ મળે ને ત્યાંના લોકો ખૂબ ખાતા હોય છે ત્યાંના ગુજરાતી ફરાળી મિક્સ પણ બનાવતા હોય છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉપર
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. # વડા માટે
  2. 1 કપ મિક્સ દાળ પલારીને મિક્સર માં વાટેલી દાળ નું ખીરું
  3. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  4. 1 મોટી ચમચી લીલા ધાણા ઝીણાં સમારેલાં
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. તળવા માટે તેલ
  7. # રગડો બનાવા માટે
  8. 1 કપ બાફીને ઝીણાં સમારેલા બટાકા
  9. 1/2 કપ બાફેલાં કાળા ચણા
  10. 1 કપ નારિયેળ મિલ્ક
  11. 1 નાની ચમચી તેલ
  12. 1 નાની ચમચી જીરું
  13. 1/2 ચમચી હરદર
  14. સ્વાદ પ્રમાણે મીઠું
  15. 2 મોટી ચમચી કોર્નફ્લોર
  16. 1 ચમચી લીંબુ નો રસ
  17. # સર્વ કરવા માટે
  18. 1/2 કપ તળેલાં સીંગદાણા
  19. 1 કપ બટાકા કે મોગો ની ક્રિપ્સ
  20. 1/2 કપ તીખી લાલ ચટણી
  21. 1/2 કપ કોપરા ની ચટણી

સૂચનાઓ

  1. વડા ના ખીરાં માં બધી સામગ્રી મિક્સ કરીને ગરમ તેલ માં નાનાં વડા બનાવી લો
  2. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરું તતડાવીને બટાકા ને ચણા ની વઘાર કરીને 1 મિનિટ સાંતળો
  3. તેમાં હરદર ને 1 ગ્લાસ પાણી નાકીને મીઠું નાખી ને 2 મિનિટ સુધી ઉકરવા દો
  4. પાણી ઉકરીને પોણા ભાગ નું થાય ત્યારે એમાં નારિયેળ મિલ્ક ઉમેરી ને 1 મિનિટ ઉકાળો કોર્નફ્લોર માં થોડું પાણી ઉમેરી ને ઉકરતા મિક્સરણ માં નાખી ને હલાવતા રહો લીંબુ નો રસ નાખી ને ગેસ બંધ કરો બહુ ઘટ્ટ ના કરો
  5. # સર્વ કરવા માટે એક મોટા વાડકા માં 2 મોટા ચમચા રગડો લેવો તેમાં 10 થી 12 નાના વડા નાખો 2 મોટી ચમચી તળેલાં સીંગદાણા નાખો 2 મોટી ચમચી બટાકાની કે મોગો ની ક્રિપ્સ નાખો 1 ચમચી લાલ તીખી ચટણી ને 1 ચમચી કોપરાની ચટણી નાખી ગરમ ગરમ સર્વ કરો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર