હોમ પેજ / રેસિપી / લાઈવ ઢોકળાં અને લસણ ફુદીના ની ચટણી

Photo of Live dhokla by Disha Chavda at BetterButter
762
5
0.0(0)
0

લાઈવ ઢોકળાં અને લસણ ફુદીના ની ચટણી

Mar-24-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાઈવ ઢોકળાં અને લસણ ફુદીના ની ચટણી રેસીપી વિશે

ગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. અઢી કપ ચોખા
  2. ૧ કપ ચણા દાળ
  3. ૧/૨ કપ અડદ દાળ
  4. ૫૦૦ ગ્રામ દહીં
  5. ૩ ચમચી ઇનો
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું
  8. ૨ ગાંઠિયા લસણ
  9. ૧૫ થી ૨૦ ફુદીના નાં પાન
  10. ૧ ચમચી જીરું
  11. ૮ થી ૧૦ સૂકા લાલ મરચા
  12. ૧ લીંબુ નો રસ
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. ચોખા, ચણા ની દાળ, અડદ દાળ ને ધોઈ ને પાણી માં ૬ થી ૮ કલાક પાણી માં પલાળી દેવું.
  2. મિક્સર મા દાળ ચોખા નાખી ને દહી નાખી ને ક્રશ કરી દેવી. ખીરા માં મીઠું નાખી મિક્સ કરી ને તડકા માં ૫ થી ૭ કલાક રાખવુ જેથી આથો આવે.
  3. સૂકા લાલ મરચાં ને ગરમ પાણી માં અડધી કલાક માટે પલાળવા. ચટણી જાર માં લસણ, પલાળેલા સૂકા લાલ મરચા, ફુદીના નાં પાન, લીંબુ નો રસ, જીરું અને મીઠું નાખવું. ક્રશ કરી દેવું. લસણ ફુદીના ની ચટણી તૈયાર
  4. આથો આવે ત્યાર બાદ એક મોટા તપેલા માં કે ઢોકળીયા માં પાણી મૂકી ગરમ કરવું. થાળી માં સરખું તેલ લગાવી ગરમ કરવી. ખીરા માં ઇનો અને હળદર નાખી સરખું ફીણી લેવું. થાળી માં ખીરું પાથરી ને ઉપર થી લાલ મરચું ભભરાવી ૫ થી ૭ મિનિટ માટે વરાળે બાફી લેવું.
  5. ચપ્પુ નાખી ને ચેક કરી લેવું કે ઢોકળાં સરખા બફાઈ ગયા છે કે નહિ. ચપ્પા પર કઈ ચોંટે નહિ તો ઢોકળાં તૈયાર. કાપા પાડી લસણ ની ચટણી અને સીંગતેલ સાથે ગરમ સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર