હોમ પેજ / રેસિપી / તવા પુલાવ

Photo of Tawa Pulao by Disha Chavda at BetterButter
93
5
0.0(0)
0

તવા પુલાવ

Mar-24-2019
Disha Chavda
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા પુલાવ રેસીપી વિશે

તવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૩ કપ બાસમતી ચોખા
  2. ૨ મોટા ચમચા તેલ
  3. ૨ સૂકા લાલ મરચા
  4. ૧ તમાલ પત્ર
  5. ૨ થી ૩ લવિંગ
  6. ૧ ટુકડો તજ
  7. ૧ મોટી સાઇઝ ની ડુંગળી
  8. ૧ વાટકી બટેકા ચોરસ સમારેલાં (બાફેલા)
  9. ૧ વાટકી કેપ્સીકમ ચોરસ સમારેલાં
  10. ૧ વાટકી વટાણા (બાફેલા)
  11. ૨ ટામેટાં ચોરસ સમારેલાં
  12. ૨ ચમચી લસણ ની ચટણી
  13. ૩ ચમચી લાલ મરચું
  14. ૧ ચમચી હળદર
  15. ૧ ચમચી ધાણજીરૂ
  16. ૨ ચમચી પાવ ભાજી મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ૨ ચમચી બટર
  19. ૮ થી ૧૦ કાજુ
  20. કોથમીર

સૂચનાઓ

  1. બાસમતી ચોખા ને ધોઈ ને ૧૦ મિનિટ પલાળી રાખવા. પાણી ઉકાળી ને તેમાં મીઠું અને તેલ નાખી ચોખા નાખી ઓસવવા. ભાત છુટ્ટા કરવા. ચડી જાય એટલે ચારણી માં કાઢી ઉપર થી ઠંડુ પાણી નાખી દેવું. ભાત ને ઠંડો કરવો.
  2. તેલ અને બટર એક તવા માં ગરમ કરવું. તેમાં બધા આખા મસાલા નાખી લસણ ની ચટણી નાખી શેકવું. ડુંગળી નાખી શેકવું. ત્યાર બાદ બધા શાક નાખી સૂકા મસાલા નાખી શેકવું. ત્યાર બાદ તેમાં કાજુ નાખી દેવા. ભાત નાખી મીઠું નાખી સરખું મિક્સ કરવું.
  3. તવા પુલાવ તૈયાર. કોથમીર નાખી સજાવવું. ગરમ ગરમ સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર