હોમ પેજ / રેસિપી / પાણીપુરી

Photo of Panipuri by kalpana solanki at BetterButter
619
4
0.0(0)
0

પાણીપુરી

Mar-24-2019
kalpana solanki
61 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણીપુરી રેસીપી વિશે

આ એક પ્રખ્યાત સ્ટીટફુડ છે. જે આખા ભારત મા મળે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. પુરી માટે:-૨૫૦ગ્રામ રવો
  2. પ્રમાણસર મીઠુ
  3. પાણી જરૂર મુજબ
  4. પાણી માટે:- ૧ લીટર પાણી
  5. ૧ ચમચી સંચળ
  6. ૧/૨ કપ ફુદીનો
  7. ૧/૨ કપ કોથમીર
  8. ૨ લીલા મરચા
  9. ૧ ટુકડો આદુ
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. ૧ લી‌બુ નો રસ
  12. ગળી ચટણી માટે:- ૧ કપ ખજૂર‌ સમારેલુ
  13. આમલી નુ પાણી જરૂર મુજબ
  14. મીઠુ, મરચુ‌ ,ધાણાજીરૂ જરૂર મુજબ
  15. બાફેલા બટાકા, ફણગાવેલા મગ, ચણા, સેવ, કાદા જરૂર મુજબ

સૂચનાઓ

  1. રવા ને પાણીથી કઠણ લોટ બાંધી એક-બે કલાક પલળવા દો.
  2. પછી બરાબર મસળી ને નાના નાના લુઆ કરી ને નાની પૂરી વણવી.
  3. ભીના કરેલા ટૂકડા પર પૂરીઓ રાખી ઉપર બીજું ભીનું કરેલું કપડું ઢાંકવું
  4. પછી તેલ માં કડક તળવી. અને બાજુ પર રાખવી.
  5. પાણી માટે ની બધી સામગ્રી ભેગી કરી વાટવું અને તેને બરફ વાળા ઠંડા પાણી માં નાખી મિક્સ કરવું
  6. ગળી ચટણી માટે ગોળ, આંબલી અને ખજૂર ને ગરમ પાણીમાં પલાળી પછી મીક્ષરમાં માં વાટી લેવુ.
  7. પછી તેને ચાળણીમાં થી ચાળી તેમાં મીઠુ, મરચુ, ધાણાજીરૂ નાખી મીક્સ કરી ગળી ચટણી બનાવવી.
  8. હવે પૂરી ની અંદર બાફેલા બટાકા, ચણા, ફણગાવેલા મગ ભરો.
  9. હવે ડીશ માં પાણી, ગળી ચટણી અને પુરી મુકી પીરસવું
  10. તીખા પાણી ની અંદર બૂંદી નાખી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર