Photo of Chhole Tikki by Disha Chavda at BetterButter
528
6
0.0(0)
0

Chhole Tikki

Mar-25-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. છોલે માટે
  2. ૩ કપ છોલે
  3. ૧ કપ કાંદા, ટામેટાં ની ગ્રેવી
  4. ૨ ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી ધણાજીરું
  8. ૧ ચમચી છોલે મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧/૨ ચમચી મરી પાઉડર
  11. ૧ લીંબુ નો રસ
  12. ટીક્કી માટે
  13. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  14. ૧ ચમચી લાલ મરચું
  15. ૧ ચમચી જીરા પાવડર
  16. ૧ ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. આમલી ખજૂર ની ચટણી
  19. ફુદીના કોથમીર ની ચટણી
  20. લસણ ની ચટણી
  21. ૨ ડુંગળી ઝીણી સમારેલી
  22. ૨ ટામેટાં ઝીણાં સમારેલાં
  23. કોથમીર
  24. ચાટ મસાલો
  25. સેવ
  26. તેલ છોલે વઘાર માટે અને ટીક્કી શેકવા માટે

સૂચનાઓ

  1. કાબુલી ચણા ને ૫ થી ૬ કલાક પાણી માં પલાળી રાખવા. ત્યારબાદ બાફવા.
  2. એક પેન મા તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી. ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી હલાવવું. થોડી વાર બાદ હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને મરી પાવડર નાખી શેકવું. ૩ થી ૪ મિનિટ શેકાયા બાદ તેમાં છોલે નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાખવું. જેથી છોલે માં રસો રહે. છોલે તૈયાર.
  3. બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં મીઠું,મરચું, જીરા પાવડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ટીક્કી વાળી લેવી. આ ટીક્કી ને તવી પર તેલ લગાવી શેકી લેવી. ટીક્કી તૈયાર.
  4. ટીક્કી એક પ્લેટ માં કાઢી તેના પર છોલે નાખવા. ત્યાર બાદ આમલી ખજૂર ની ચટણી, ફુદીના કોથમીર ની ચટણી અને લસણ ની ચટણી મૂકી ડુંગળી, ટામેટાં નાખી સેવ નાખવી અને છેલ્લે ચાટ મસાલો છાંટી કોથમીર થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર