હોમ પેજ / રેસિપી / મિસળ પાઉં

Photo of Misal pav by Pragna Mistry at BetterButter
809
3
0.0(0)
0

મિસળ પાઉં

Mar-25-2019
Pragna Mistry
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિસળ પાઉં રેસીપી વિશે

તીખી, ચટાકેદાર

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ગ્રેવી બનાવવા
  2. પા વાટી તાજું નાળિયેર
  3. 1મોટો કાંદો
  4. 1મોટું ટમેટુ
  5. 6-7 કળી લસણ
  6. 1લીલું મરચું
  7. 1ટુકડો આદુ
  8. મિસળ બનાવવા
  9. 1મોટો કાંદો બારીક સમારેલો
  10. 2કપ ફણગાવેલુ મિક્સ કઠોળ ( સફેદ વટાણા, મગ, મઠ, સફેદ ચોળી)
  11. 2 ટે.સ્પૂન એવરેસ્ટ કાંદા લસણ મસાલો
  12. 1/4 ટી.સ્પૂન હળદર
  13. 1ટે.સ્પૂન ધાણાજીરૂ
  14. 3-4 ટુકડા આમલી
  15. 1/4કપ તેલ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. કોથમીર
  18. તૈયાર મિક્સ ફરસાણ
  19. બારીક સમારેલી કાંદો
  20. લીંબુ
  21. પાઉં

સૂચનાઓ

  1. ગ્રેવી માટે કાંદા અને નાળિયેર ની સ્લાઈસ કરી લેવી. ટમેટાં ના ટૂકડા કરી લેવા
  2. કડાઈ માં 1ટે.સ્પૂન તેલ મૂકી કાંદા નાળિયેર સાંતળવા, થોડાક સંતળાઈ જાય એટલે ટમેટુ, લસણ, આદુ, મરચાં ઉમેરી પાછું સાંતળવું .મિકસર માં પેસ્ટ બનાવવી. જરૂર મુજબ પાણી ઉમેરવું.
  3. કુકર માં બાકી રહેલું તેલ ઉમેરી બારીક સમારેલા કાંદા ઉમેરવા, કાંદા થોડા સોફ્ટ થાય એટલે બનાવેલી પેસ્ટ અને બધા મસાલા ઉમેરવા તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહેવું.
  4. તૈયાર થયેલી ગ્રેવીમાં કઠોળ અને આમલી ઉમેરી 4-5કપ પાણી ઉમેરવું સ્વાદ મુજબ મીઠું ઉમેરવું
  5. કુકર બંધ કરી 2સીટી વગાડવી. કુકર ઠંડુ થાય એટલે કઠોળ ચડી ગયા કે નહી જોઈ લેવું. જરૂર લાગે તો પાણી ઉમેરવું. કોથમીર ઉમેરવી.
  6. બાઉલ માં મિસળ કાઢી ઉપર કાંદા કોથમીર મિક્સ ફરસાણ અને લીંબુનો રસ ઉમેરી પાઉં સાથે સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર