હોમ પેજ / રેસિપી / ઇનસાઇડ આઉટ વડા પાવ

Photo of in said out vdapav by Hiral Pandya Shukla at BetterButter
278
9
0.0(0)
0

ઇનસાઇડ આઉટ વડા પાવ

Mar-26-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇનસાઇડ આઉટ વડા પાવ રેસીપી વિશે

ખરેખર આ એક બહું મજાની વાનગી છે... જરુર બનાવજો.... વડા પાવ મા વડું અંદર અને પાવ ઉપર હોય પણ મે આમા વડું ઉપર અને પાવ ની જગ્યાએ બ્રેડ વાપરી જે અંદર છે...મસ્ત મજા આવી ગઇ:smiley::smiley:

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 5નંગ બાફેલ બટાકા
  2. 4 નંગ બ્રેડ
  3. 2 ચીઝ સ્લાઇસ
  4. 4 ચમચી કોથમીર ની ચટણી
  5. 3 ચમચી લસણની ચટણી
  6. 1/2 ચમચી દળેલી ખાડ
  7. 2 ચમચી લીંબુનો રસ
  8. તળવા માટે તેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચી ધાણાજીરુ
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. 1/4 ચમચી હળદર
  13. 1/4 ચમચી લાલ મરચું પાવડર
  14. 1/4 ચમચી હીંગ
  15. 250 ગ્રામ વેસણ
  16. 300 મીલી પાણી
  17. 1/4 ચમચી ખાવાનો સોડા

સૂચનાઓ

  1. વેસણ અને મીઠુ ચાળી લો
  2. જરુર મુજબ પાણી ઉમેરી 10 મીનીટ મુકી દો.
  3. બટેકા ને મેશ કરી એમા બધા સુકા મસાલા લીંબુ નો રસ ઉમેરી મીક્સ કરો.
  4. બ્રેડ ની કીનાર કાપી લો.
  5. એક ભાગ પર ગ્રીન અને બીજા ભાગ પર રેડ પેસ્ટ લગાવો.
  6. ચીઝ સ્લાઇસ મુકી ઉપર બ્રેડ મુકી દો.
  7. ચાર ભાગ મા કાપો.
  8. બટેકા ના મીશ્રણ ની થેપલી કરી વચ્ચે તૈયાર કરેલી બ્રેડ મુકો.
  9. સરસ રીતે કવર કરી દો.
  10. વેસણ ના બેટર મા ખાવાનો સોડા ઉમેરી મીક્સ કરો.
  11. બનાવેલ ગોળ ડીપ કરો.
  12. ગરમ તેલ માં તળી લો.
  13. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર