હોમ પેજ / રેસિપી / સુરતી કેસર ઘારી

Photo of surti kesar ghari by Tanvi Bhojak at BetterButter
435
4
0.0(0)
0

સુરતી કેસર ઘારી

Mar-26-2019
Tanvi Bhojak
40 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી કેસર ઘારી રેસીપી વિશે

પરંપરાગત રીતે આ મિઠાઈ ચાંદની પડવા એટલે કે શરદ પૂર્ણિમાના એક દિવસ પછી બનાવવામાં આવે છે. વાયકા મુજબ ઘારીની શોધ તાત્યા ટોપેના રસોઈયાઓએ કરી હતી. આ મિઠાઈ શોધવા પાછળનો આશય સૈનિકોને એક્સ્ટ્રા તાકાત આપવાનો હતો. જાણીતા શેફ કહે છે, “ઘારીનું બહારનું ક્રિસ્પી લેયર લોટનું બનેલુ હોય છે અને તેમાં પુષ્કળ માત્રામાં ઘી હોય છે. તમે ઘીના બદલે કાજુ, પિસ્તા કે કેસર પણ વાપરી શકો છો.” સુરતી ઘારી ઘણા ગુજરાતીઓનું પ્રિય મિષ્ટાન્ન છે. તો તમે પણ જાણી લઘી ઘારી બનાવવાની રીત..

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1..મેદા નો લોટ 5OO ગ્રામ
  2. 2..2ટી સ્પૂન બેસન
  3. 3..2ટી સ્પૂન ધી
  4. 4..1 ટી સ્પૂન તેલ મોણ માટે
  5. 5..મોળો માવો 250ગ્રામ
  6. 6..બૂરૂ ખાંડ ટેસ્ટ મુજબ
  7. 7..પાણી જરુર મુજબ
  8. 8..તળવા માટે ધી
  9. 9.. કાજુ, બદામ પિસ્તા ની કતરણ
  10. 10..ઈલાઇચી પાવડર
  11. 11..કેસર તાંતણા અથવા કેસર રંગ
  12. 12..કોટીગ કરવા માટે ઘી
  13. 13..ગુલાબ ની પાંખડી સજાવટ માટે
  14. 14..2ટી સ્પૂન દૂધ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં મેદા નો લોટ લઈ, મોણ નાંખી બરાબર મિક્સ કરી, પાણી જરુર મુજબ નાંખી પૂરી જેવી કણક બાંધવી...ત્યારબાદ લોટ ને 10મિનીટ ઢાંકી ને મૂકી દેવું..
  2. હવે માવા ની અંદર બેસન,કેસર, બૂરૂ ખાંડ,ઈલાઇચી પાવડર, કાજુ બદામ પિસ્તા ની કતરણ નાંખી સટફીગ તૈયાર કરવુ
  3. ત્યારબાદ બાંઘેલા લોટ માં થી નાનાં નાનાં ગુલ્લા કરી તેની પૂરી વણી,સ્ટફીગ ભરવું
  4. તેને કચોરી ની જેમ વાળી, ગોળ આકાર આપવો..
  5. એક પેણી માં ઘી લ ઈ તેમાં ઘીમાં તાપે ઘારી તળી લેવી...અડધો કલાક ઘારી ઠંડી પડવા દેવી..
  6. તેનાં પર થીજેલુ ધી લગાવી કોટીગ કરી,કાજુ, બદામ પિસ્તા ની કતરણ નાંખી ડેકોરેટર કરો...અને ફીઝ માં 30મિનીટ સેટ કરવા મૂકવું..તો તૈયાર છે સુરતી કેસર ઘારી..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર