હોમ પેજ / રેસિપી / સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન ચિકન મેયૉ ફ્રેન્કી

Photo of Street style schezwan frankie by safiya abdurrahman khan at BetterButter
414
2
0.0(0)
0

સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન ચિકન મેયૉ ફ્રેન્કી

Mar-27-2019
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન ચિકન મેયૉ ફ્રેન્કી રેસીપી વિશે

ફ્રેંકી જુદી જુદી રીતે ભારતભરમાં બને છે, પનીર ફ્રેંકી, વેજ ફ્રેંકી, આમ તો ઘણાં પ્રકાર છે, અહિં મે ચિકન અને માયૉનીઝ ઉમેરી ફ્રેંકી બનાવી છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ફ્રેન્કિ ની રોટલી માટે
  2. મેંદો ૨ કપ
  3. ઘઉં નો લોટ ૧/૪ કપ
  4. મીઠુ ૧ નાની ચમચી
  5. ચિકન ની સામગ્રી
  6. ચીકન બોનલેસ ૩૫૦ ગ્રામ
  7. આદુ લસણ ની પેસ્ટ ૧ નાની ચમચી
  8. લાલ મરચાની ભૂકી ૧ નાની ચમચી
  9. ધાણા પાવડર ૧ નાની ચમચી
  10. ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
  11. જીરૂ પાવડર ૧/૪ નાની ચમચી
  12. લીંબુ ૧
  13. મીઠુ જરૂર મુજબ
  14. તેલ ૩ મોટી ચમચી
  15. અન્ય સામગ્રી
  16. સેઝવાન સોસ જરુર મુજબ
  17. મેયૉનીઝ જરૂર મુજબ
  18. સમારેલ કાંદા જરૂર મુજબ
  19. લીલી ચટણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. ચિકન મા મીઠુ, આદું લસણ પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા,જીરા પાવડર અને લીંબુ નો રસ ઉમેરી મિશ્ર કરો.
  2. ૨ કલાક ફ્રિજ મા મૂકો. પછી એક પેનમાં તેલ ગરમ કરી ચિકન ને બરાબર થઈ નાં જાય ત્યાં સુધી ઢાંકી ને પક્વૉ.
  3. ચિકન રંધાય જાય તો ગેસ બંદ કરી ઠંડું થવા દો.
  4. એક વાસણમાં મેંદો, ઘઉં નો લોટ, મીઠુ ઉમેરી નરમ કણેક બાંધો.
  5. મધ્યમ લૂઓ લઇ મોટી અને સ્હેજ પાતળી રોટલી વણો.
  6. તવો ગરમ કરી બન્ને બાજુ થી આછી શેકી લો. આ પ્રમાણે બધી રોટલી બનાવી લો.
  7. ફ્રેંકી બનાવવા માટે રોટલી લો,તેનાં પર સેઝવાન સોસ , મેયૉનીઝ લગાડો, ચિકન નું મિશ્રણ ભરો,તેનાં પર સમારેલ કાંદા નાખો, થોડી લીલી ચટણી નાખી રોલ કરી દો.
  8. તવા પર અથવા ગ્રીલર પર ગ્રીલ કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર