હોમ પેજ / રેસિપી / પાલક ચાટ

Photo of Spinach chaat by Disha Chavda at BetterButter
501
4
0.0(0)
0

પાલક ચાટ

Mar-28-2019
Disha Chavda
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ચાટ રેસીપી વિશે

આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • ભારે
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 7

  1. ૨૦૦ ગ્રામ પાલક નાં પાન
  2. ૨ કપ ચણા નો લોટ
  3. ૧ કપ ચોખા નો લોટ
  4. ૧ ચમચી અજમો
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ચપટી સોડા
  7. ૧ કપ બાફેલા દેશી ચણા
  8. ૨ નંગ બાફેલા બટાકા
  9. ૨ ડુંગળી
  10. ૨ ટામેટાં
  11. ૧ કપ દાડમ નાં દાણા
  12. ૧ કપ ખજૂર આમલી ની ચટણી
  13. ૧/૨ કપ ગ્રીન ચટણી
  14. ૧/૨ કપ લસણ ની ચટણી
  15. ૨ કપ દહીં
  16. ચાટ મસાલો
  17. ૫૦૦ ગ્રામ નાયલોન સેવ
  18. કોથમીર

સૂચનાઓ

  1. પાલક નાં પાન માં થી દાંડી કાઢી ધોઈ ને નિતારી લેવા.
  2. ચણા અને ચોખા નાં લોટ મા મીઠું, અજમો અને લાલ મરચું નાખવું. પાણી નાખી ને ગાંઠા નાં રહે એ રીતે ખીરું બનાવવું. ભજીયા થી સહેજ પાતળું ખીરું રાખવુ. સોડા નાખી સરખું મિક્સ કરવું.
  3. કડાઈ મા તેલ મૂકી પાલક નાં પાન ને ખીરા માં બોળી તળી લેવા. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા.
  4. આ રીતે ક્રિસ્પી કરવા.
  5. પ્લેટ મા પાલક પાન જે તળ્યા છે તેના ટુકડાઓ કરી મૂકવા.
  6. તેના પર બધી ચટણીઓ, દહીં, બાફેલા ચણા, બટેકા, ડુંગળી, ટામેટાં મૂકવા. ચાટ મસાલો અને લાલ મરચું છાંટવું.
  7. સેવ નાખી કોથમીર અને દાડમ થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર