હોમ પેજ / રેસિપી / બ્રેડ પકોડા

Photo of Bread pakoda by Bansi chavda at BetterButter
467
3
0.0(0)
0

બ્રેડ પકોડા

Mar-28-2019
Bansi chavda
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પકોડા રેસીપી વિશે

કૉલેજ ની કેન્ટીન હોય કે રેલ્વે સ્ટેશન બ્રેડ પકોડા તૌ બધે જ મળી રહે..

રેસીપી ટૈગ

  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 12 નંગ સફેદ બ્રેડ
  2. 5 થિ 6 બાફેલા બટાટા
  3. 2 ચમચી લસણ
  4. 4 થિ 5 તીખા લીલા મરચા
  5. 4 ચમચી કોથમીર
  6. 1 નંગ લીંબુ નો રસ
  7. 1/2 ચમચી ખાંડ
  8. 1/2 ચમચી સંચળ
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચી લાલ મરચા પાવડર
  11. ચપટી હળદર
  12. નમક જરૂર મુજબ
  13. 2 ચમચા મેંદો
  14. 1 ચમચો બેસન
  15. 1/2 ચમચી હળદર
  16. નમક જરૂર મુજબ
  17. પાણી જરૂર મુજબ
  18. 500 ગ્રામ તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ થિ પેલા બાફેલા બટાટા નો ભૂકો કરી લો,તેમાં મરચા લસણ ને અધકચરા કરી ઉમેરો હવે તેમાં બધાં જ મસાલા અને જરૂર મુજબ નમક ઉમેરી પૂરણ તૈયાર કરો
  2. હવે બે બ્રેડ મા વચ્ચે વ્યવસ્થિત પૂરણ ભરી લો અને પછી તેને વચ્ચે થિ કટ કરી તૈયાર રાખો
  3. મેંદો અને બેસન ને ઍક બાઉલ મા મિક્સ કરો તેમાં જરુર મુજબ નમક , હળદર અને પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો.
  4. તૈયાર બ્રેડ પકોડા ને ખીરા મા બોળી ગરમ તેલ મા તળી લો
  5. ગરમ ગરમ બ્રેડ પકોડા ને સોસ અને લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર