હોમ પેજ / રેસિપી / પાણીપૂરી (પુચકા)

Photo of Pani Puri by Bharti Khatri at BetterButter
512
5
0.0(0)
0

પાણીપૂરી (પુચકા)

Mar-28-2019
Bharti Khatri
240 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણીપૂરી (પુચકા) રેસીપી વિશે

પાણીપૂરી બાળકો ને નાના મોટા ઉંમર લાયક દરેક વ્યક્તિ ને ખૂબજ ભાવે છે. પાણીપૂરી મા ચણા અને બટાકા નો મસાલો તૈયાર કરી ફુદીના કોથમીર નુ પાણી અને આંબલી અને ખજૂર ની ગળી ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે ખટમીઠી ચટપટી પાણીપૂરી આપ સૌને પણ ખુબ જ ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • રાજસ્થાન
  • બાફવું
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૨૦૦ ગ્રામ ચણા
  3. સૂકા મસાલા માટે:-
  4. ૪ થી ૫ તજ
  5. ૧ ચમચી આખા સૂકા ધાણા
  6. ૧/૨ ચમચી જીરુ
  7. ૭ થી ૮ લવિંગ
  8. ૭ થી ૮ મરી
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  11. ૧ ચમચી અજમો
  12. સંચળ પાઉડર જરૂર મુજબ
  13. લીલા મસાલા માટે :-
  14. નાનો ટૂકડો આદુ
  15. ૩ થી ૪ લીલા મરચા
  16. ૧ બાઉલ કોથમીર
  17. ૧/૨ બાઉલ ફુદીનો
  18. સંચળ પાઉડર જરૂર મુજબ
  19. ૨ થી ૩ લીંબુ
  20. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. ચણા ને ૩ થી ૪ કલાક પલાળી ને કુકર મા મીંઠુ અને પાણી ઉમેરી ને બાફવા મુકવુ.
  2. બટાકા ને પણ ધોઇને બાફી લેવા.
  3. હવે તજ,લવિંગ, મરી, જીરુ, આખા સૂકા ધાણા, ગરમ મસાલો, લાલ મરચુ પાઉડર, અજમો અને સંચળ પાઉડર બધુ મિક્સ કરી મિક્સર મા પીસી લેવુ.
  4. હવે આદુ, લીલામરચા, કોથમીર, ફુદીનો, સંચળ, મીંઠુ અને લીંબુનો રસ બધુ ભેગુ મિક્સર મા પીસી લેવુ અને જરૂરીયાત મુજબ પાણી લઈ લીલો વાટેલો મસાલો મિક્સ કરી ઠંડુ થવા ફ્રિજ મા રાખવું.
  5. હવે બટાકા-ચણા ભેગા કરી તેમા વાટેલ સુકો મસાલો અને ફુદીના કોથમીર વાળો થોડો લીલો મસાલો પણ મિક્સ કરી મીંઠુ નાખી બરાબર મિક્સ કરી લેવુ. તૈયાર છે ચટપટો બટાકા-ચણા નો મસાલો.
  6. હવે ખજૂર આંબલી ની ગળી ચટણી સાથે અને ચટપટા પાણી સાથે પુરી મા બટાકા-ચણા નો મસાલો ભરીને ખાટ્ટી મીઠી ચટપટી પાણીપૂરી ની મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર