હોમ પેજ / રેસિપી / આલૂ કટા

Photo of TANGY POTATOES by Deepa Rupani at BetterButter
419
4
0.0(0)
0

આલૂ કટા

Mar-28-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ કટા રેસીપી વિશે

લગ્ન પહેલા આલૂ વાલી ચાટ આઈટમ માં આલૂ પાપડી ચાટ, ભેળ, પાણી પુરી જેવી વાનગી જ ખબર હતી, જે વાનગીઓ માં બટેટા એક સામગ્રી હતા. મારા પતિ, મૂળ ધનબાદ - બિહાર (હવે ઝારખન્ડ) માં ઉછર્યા છે. આલૂ કટા એ ત્યાં નું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, પાણીપુરી વાળા આ વાનગી સર્વ કરે જ. તો આવો એકલા બટેટા થઈ અને બહુ ઓછી સામગ્રી તથા સમય માં બનતી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચાટ ની રીત જોઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બિહાર
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મધ્યમ કદ ના બટેટા
  2. 4 ચમચા ખાટું આમલી ની ચટણી
  3. 1 ચમચો મરચું
  4. 1/2 ચમચી સંચળ

સૂચનાઓ

  1. બટેટા ને ધોઈ અને અડધા કાપો અને કુકર માં બાફી લો
  2. ઠંડા થાય એટલે છાલ ઉતારી જાડી સ્લાઈસ મા કાપી લો. અને ડીશ માં ગોઠવી લો.
  3. આમલી ની ચટણી જાડી હોય તો પાતળી કરી, બટેટા પર ભરપૂર નાખી દો. લાલ મરચું અને સંચળ છાંટી ,આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર